________________
( ૨૧ )
હતા તેમની, આહારપાણીસંબંધી કષ્ટને પ્રસંગે સારી ભક્તિ કરી જેથી તે વિશેષ રાગી થયા. કાળાવડ ગામમાં રાત્રે એક ઢુંઢીઆની સાથે મહારાજજીએ ચર્ચા કરીને તેને પરાસ્ત કર્યાં, જેથી મહારાજજીના જ્ઞાનવિષે પણ તેમણે ઉંચા મત ખાંધ્યા.
જામનગરમાં સંઘની સાથે પહોંચ્યા પછી ત્યાં ચાર-પાંચ દિવસ રહીને નીકળ્યા. મેારખી આવ્યા. ત્યાં હુકમમુનિ તરતમાં જ આવી ગયેલા, તેમણે પાટપાટલાસ''ધી વિપરીત પ્રરૂપણા કરેલી તે હકીકત સાંભળતાં શાસ્ત્રાધારપૂર્વક ખરી વાત શ્રાવકોને સમજાવી અને શ્રી જ્ઞાતાસૂત્ર અપરિચિત છતાં તેમાંથી પાઠ કાઢી બતાવીને ખાત્રી કરી આપી. શ્રાવકે બહુ ખુશી થયા, તેથી ત્યાં રહેવા બહુ આગ્રહ કર્યા. થાડાક દિવસ રહી ત્યાંથી વિહાર કરી વઢવાણુ આવ્યા. ત્યાં સાંભળ્યુ કે “ લીંમડીમાં મુનિ મૂળચંદજી–વડીલ ગુરૂભાઇ–ને શરીરે વ્યાધિ વિશેષ છે અને અશક્ત બહુ થઈ જવાથી તેમની શુશ્રુષા ગુરૂમહારાજને પેાતાને કરવી પડે છે. આવા ખખર સાંભળવાથી મન ઉચક થયું એટલે વઢવાણ ન રોકાતાં તાકીદે લીંમડી જઇ પહેાંચ્યા. મુનિ વૃદ્ધિચંદજીને આવેલા જાણીને મુનિ મૂળચ ંદ્રજીના મનને નિવૃત્તિ થઇ, કારણ કે ગુરૂમહારાજને પોતાની શુશ્રુષા કરતા દેખીને તેમનું મન નિરંતર ખેદયુક્ત રહેતુ હતુ. “ સારા શિષ્યા એવા સ્વભાવવાળા જ હાય છે.
""
""
ગુરૂભાઈઓમાં પણ પરસ્પર આવા સંબંધની જ આવશ્યકતા છે, પરંતુ જ્યાં સંપની વૃદ્ધિ હેાય છે ત્યાં જ એવા વિચારનુ સદ્ભાવપણું દેખાય છે. અન્ય સ્થાનકે તે અંદર અંદર પુસપ હાવાથી અનેક પ્રકારના કર્મબંધના કારણેા ષ્ટિએ પડે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com