________________
( ૨૦ ) કરી ત્યાં જ રહ્યા. મુનિ પ્રેમચંદજી પણ તે જ દિવસે ત્યાં આવ્યા અને વૃદ્ધિચંદજીની શોધ કરતાં ત્યાં આવી સાથે જ ઉતર્યો. મુનિ વૃદ્ધિચંદજીએ મતભેદપણુના આવેશને જરા પણ મનપર ન લાવતાં આહારપાણીવડે તેમની ભક્તિ કરી. “મનનું મેટાપણું દરેક પ્રસંગે જણાઈ આવે છે.”
બીજે દિવસે પ્રાતઃકાળે ગીરનારજી ઉપર ચડ્યા. બાળબ્રહ્મચારી અને બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથજીની શ્યામ મૂર્તિના દર્શન કરી બહુ હર્ષિત થયા. પર્વત ઉપર રાત્રિયાસો રહેવાથી અનેક પ્રકારની આશાતના થવાનો સંભવ લાગે એટલે મુનિ પ્રેમચંદજી ઉપર રહ્યા પણ પિતે તે સહસ્ત્રાપ્રવન જઈ આવીને નીચે ઉતરી ગયા. બીજે દિવસે ફરીને ઉપર ચડી તીર્થાધિપતિને ભેટીને પાંચમી ટુંકે જઈ આવ્યા. સંઘ બીજે દિવસે ઉપડવાનો હતો અને પોતાને વિચારે ત્યાં વધારે ન રેકાતાં સંઘસાથે વિહાર કરવાનો હતો તેથી પોતે નીચે ઉતર્યા. મુનિ પ્રેમચંદજીને વિચાર ત્યાં જ રહેવાનું હોવાથી તેઓ તે ઉપર જ રહ્યા.
સંઘ સાથે વિહાર કરતાં અનુક્રમે ધેરાજી આવ્યા. શરીરની શિથિળતા થવાથી પિતાનો વિચાર ત્યાં રહેવાને થયે, પરંતુ મુનિ કેવળવિજયજી અને તિલકવિજયજીએ આગ્રહપૂર્વક જુદા પડવાની ના કહી. તેમજ સંઘવીએ નાના નાના મુકામ ક્વીને પણ સાથે રહેવા વિનંતિ કરી, જેથી દાક્ષિણ્યતા મૂકી શકયા નહીં. “ઉત્તમ પુરૂષ પ્રાર્થનાભંગમાં ભીરૂ હોય છે.” અને તેમના સહજના પરિચયમાં પણ જે આવે છે તે તેમના રાગી થઈ જાય છે, તેથી તેમને સંગ છોડવા ઈચ્છતા નથી. માર્ગમાં મુનિ કેવળવિજયજી જેઓ દરરોજ એકાસણું કરતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com