________________
( ૨૪ ) પછી તે ચોમાસું ત્રણે મુનિરાજે ત્યાં જ કર્યું અને સંવત ૧૯૧૩ મું માસું પણ મુનિરાજશ્રી બુદ્ધિવિજ્યજી તથા મુનિ વૃદ્ધિવિજયજીએ તે અમદાવાદમાં જ કર્યું, પણ મુનિ મુક્તિવિજયજી તો સંવત ૧૯૧૩ માં અમદાવાદથી વિહાર કરી પાલીતાણે યાત્રા કરી ભાવનગર આવ્યા અને તે ચોમાસું ત્યાં ( ભાવનગરમાં) કર્યું. અમદાવાદમાં મુનિ વૃદ્ધિચંદજીએ બીજા અભ્યાસની સાથે પંડિત હરનારાયણની પાસે ચંદ્રિકાની બીજી વૃત્તિને અભ્યાસ કર્યો.
સંવત ૧૯૧૩ માં બે ગુરૂભાઈની વૃદ્ધિ થઈ. ભાવનગરમાં સુરતના શ્રાવક નગીનદાસને મુનિ મૂળચંદજીએ ત્યાગવૈરાગ્યાદિની પરીક્ષા કરીને ગુરૂમહારાજના નામથી દીક્ષા આપી. તેનું મુનિ નિત્યવિજયજી નામ રાખ્યું. મહારાજશ્રીના પ્રતાપી શિષ્યતરીકે એમણે પણ સારી પ્રતિષ્ઠા વધારી. આગળ જતાં એમની ઉપદેશશક્તિ એવી સ્કુરાયમાન થઈ કે વૈરાગ્યનું બીજમાત્ર જેમાં રોપાયેલ હોય એવો કોઈ પ્રાણી તેમની પાસે આવે છે તે ઉપદેશધારાવડે તેને સિંચન કરીને સ્વલ્પ કાળમાં વૈરાગ્યવૃક્ષને ઉદ્દગમ કરે. જેથી ઘણું કરીને તે તે દીક્ષા જ અંગીકાર કરે, નહીં તે બીજા વ્રત–નિયમાદિ તો ધારણ કરે જ. બીજા એક શ્રાવકને મહારાજજીએ પિતે અમદાવાદમાં દીક્ષા આપી તેનું નામ મુનિ પુન્યવિજયજી સ્થાપન કર્યું.
સંવત ૧૯૧૪ માં ગુરૂમહારાજની સેવામાં મુનિ પુન્યવિજયજીને રાખી પિતે આજ્ઞા લઈને વિહાર કર્યો. મુનિ મૂળચંદજી ભાવનગરથી વિહાર કરી પાલીતાણે આવ્યા હતા, તેમને જઈને મળ્યા. ગિરિરાજની યાત્રા કરી હર્ષવંત થયા. તે વર્ષનું ચિોમાસું મુનિ મૂળચંદજીએ શિહેરમાં કર્યું અને મુનિ વૃદ્ધિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com