________________
( ૨૨ )
“જે શિષ્યો અંદર અંદરમાં સંપ રાખી ગુરૂમહારાજની આજ્ઞાનું અખંડ પરિપાલન કરે છે તે પોતાના આત્માનું કલ્યાણ કરે છે.”
શિષ્યના સંબંધમાં ગુરૂએ કેમ વર્તવું જોઈએ, તે પણ આ - દષ્ટાંતથી સમજી શકાય છે, કારણ કે ગુરૂ ને શિષ્ય બે જણ જ હેય તે પ્રસંગે શિષ્યને વ્યાધિ વિગેરે થઈ આવે ત્યારે ગુરૂ, જે ગુરૂપણામાં રહી તેની સઘળા પ્રકારની સંભાળ ન રાખે તે શિષ્યના હૃદયમાંથી ગુરૂપણને ભાવ નષ્ટ થાય છે અને ધર્મમાં
અસ્થિર થઈ જાય છે, માટે દરેક પ્રકારે શિષ્ય સંયમમાર્ગમાં સ્થિર રહે તેમ કરવાની ગુરૂની ફરજ છે.
વ્યાધિની સ્થિતિ પૂર્ણ થયે મુનિ મૂળચંદજી નિરંગી થયા. લીંબડીથી એક વાર નીકળ્યા પણ શરીરાદિ કારણે પાછું આવવું પડ્યું. મુનિ મૂળચંદજી પાછા વરના વ્યાધિમાં સપડાયા, પરંતુ થોડા દિવસમાં તે વ્યાધિ નિવૃત્ત થઈ ગયે એટલે ત્યાંથી નીકળી વિહાર કરતાં અમદાવાદ આવ્યા. ઉજમબાઈની ધર્મશાળામાં ઉતર્યા. પ્રથમ કરતાં આ વખતે જ્ઞાનાભ્યાસ, શાસ્ત્રાવેલેન, ગુરૂઉપદેશશ્રવણ અને અનુભવવડે મુનિ વૃદ્ધિચંદજીની વિદ્વત્તા વૃદ્ધિ પામી હતી. હેમાભાઈ શેઠ વિગેરે દરરેજ વંદન કરવા આવતા અને સામાન્ય વાતચીતમાં પણ હર્ષિત થતા.
શ્રી મહાવીર ભગવંતના શાસનમાં સામાયિક ચારિત્રની સ્થિતિ છ માસની કહી છે. તે ચારિત્ર સ્વયમેવ પણ લઈ શકાય છે અને ગુરૂમુખે પણ લેવાય છે, પરંતુ ત્યારપછી માંડલીયા ગ વહીને ગુરૂમુખે છેદેપસ્થાપનીય ચારિત્ર (વડી દીક્ષા) અવશ્ય લેવું પડે છે. તે દિવસથી પૂર્વ પર્યાયને છેદ કરીને ન પયોય સ્થાપિત કરવામાં આવે છે. નાના–મોટાની ગણત્રી આ દિવસથી જ ગણવામાં આવે છે. આ પ્રમાણેની ભગવંતની આજ્ઞા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com