________________
( ૧૯ )
શિષ્યા સહિત સંવત ૧૯૧૧ નું ચામાસું ભાવનગર કર્યું . સુનિ મૂળચંદજી, અખેચંદજી નામના કાઈ પતિની પાસે પાલીતાણામાં અભ્યાસ કરતા હતા તેથી તેઓએ તે ચામાસુ પાલીતાણે જ કર્યું. આ ચામાસામાં પાલીતાણામાં કાઈ કાઈ શ્રાવકે તેમના રાગી થયા.
ચાતુર્માસ પૂરૂં થયે મહારાજશ્રી ભાવનગરથી વિહાર કરી પુન: પાલીતાણે પધાર્યાં. સિદ્ધગિરિની યાત્રાના લાભ ફરીને પણ લીધેા. પછી કેટલાએક દિવસ ત્યાં રહીને વિહાર કર્યાં. મુનિ વૃદ્ધિચંદજીના વિચાર શ્રી રૈવતાચળની ચાત્રા કરવાના થવાથી ગુરૂમહારાજ પાસે આજ્ઞા માગી અને મુનિ પ્રેમચજી સાથે તેઓએ ગુરૂની આજ્ઞાનુસાર જુનાગઢ તરફ વિહાર કર્યો. મુનિરાજ શ્રી ખુટેરાયજી, મુનિ મૂળચ ંદજીને લઈને ખટાદ થઈ લીંખડી તરફ પધાર્યા.
જુનાગઢ તરફ જતાં માર્ગમાં મુનિ પ્રેમચંદજી સાથે પ્રતિક્રમણની ક્રિયાસંબંધી વાંધા પડ્યો. મુનિ પ્રેમચંદજીની શ્રદ્ધા ખરતરગચ્છ પ્રમાણે ક્રિયા કરવાની હતી અને મુનિ વૃદ્ધિચંદજીની શ્રદ્ધા ગુરૂમહારાજસાથેના નિર્ણિત થયેલા વિચારથી તપગચ્છ પ્રમાણે ક્રિયા કરવાની હતી, જેથી આ વાંધાનુ છેવટ અનેને જુદા પડવામાં આવ્યું. જુદે જુદે રસ્તે અનેએ વિહાર કર્યા. અજાણ્યા દેશ અને અજાણ્યા ક્ષેત્રા હાવાથી મુશ્કેલી વધારે પડી, પરંતુ પૂછતાં પૂછતાં જુનાગઢ પહોંચ્યા. તે વખતે અમદાવાદથી એક સંધ ત્યાં આવેલા હતા અને તેની સાથે સુનિ કેવળવિજયજી અને તિલકવિજયજી નામના બે સાધુ હતા. મહારાજ પણ તેમના સંબંધમાં રહેવા માટે સંઘનેા પડાવ હતા ત્યાં આવ્યા અને આહારપાણી પૂર્વોક્ત મુનિએની સાથે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com