________________
( ૧૭ ) ઓની સંખ્યા બહુ વિશેષ હતી તેમજ જેર પણ વધારે હતું. શ્રાવકવર્ગ યતિઓને રાગી હતે. મુગ્ધ શ્રાવકે તેમનામાં ગુરૂપણું માની બેઠેલા હતા તેમજ સુધર્માસ્વામીની ગાદીના અધિપતિતરીકે તેઓ પિતાને પૂજાવતા હતા અને શ્રાવકે પણ તેમને પૂજતા હતા. વેશમાત્ર જ જાણે વંદનિક હોય તેમ ગુણથી રહિત થયેલા છતાં પણ તેમને વંદન કરતાં શ્રાવકે વિચારું કરતા નહતા. આવી વિચારશૂન્યતાને લીધે સંવેગી મુનિઓને આહારપાણી મેળવવામાં પણ અગવડ પડતી હતી. “આદરસત્કાર ગુણને જ ઘટે છે. એવી વિચારણા નષ્ટ થયેલી હોવાથી સંવેગી મુનિઓને આદરસત્કાર પણ કવચિત જ થતું. આવી અડચણને અંગે ત્યાંથી વિહાર કરવાનો વિચાર મુનિ વૃદ્ધિચંદ્રજીએ ગુરૂમહારાજને જણાવ્યું. અવસર પણ તે જ જાણુંને ગુરૂમહારાજે મુનિ પ્રેમચંદજીસહિત આજ્ઞા આપી અને વિહાર કરતાં ચાતુર્માસ રહેવાલાયક કેઈપણ ક્ષેત્ર જણાય તે ત્યાંથી ખબર લખવા સૂચના કરી. ' | મુનિ વૃદ્ધિચંદ્રજી ગુરૂમહારાજની આજ્ઞા લઈને વિહાર કરતાં તળાજા, ત્રાપજ થઈ ગેઘે આવ્યા, અને ત્યાં બે દિવસ રહીને ભાવનગર આવ્યા. ખુશાલવિયજીની ધર્મશાળાને નામે ઓળ” ખાતા મકાનમાં ઉતર્યા. અહીં પણ, યતિઓનું પરિબળ છું નહતું. શ્રાવકસમુદાયને બહાળો ભાગ યતિએનો જ રાગી હતો. કેટલાએક તે “ધર્મને રાખનારાઓ બેરજીઓ જ છે.” એમ માનતા હતા. આચારવિચારથી જેમ તેઓ ભ્રષ્ટ થયા હતા તેમ નામમાં પણ ગુરૂજી શબ્દનો અપભ્રંશ પામીને ગોરંજી કહેવાવા લાગ્યા હતા.'
*
*
* *
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com