Book Title: Muniraj Vruddhichandraji Jivan Charitra
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 29
________________ તે વખતમાં કેશરીસિંઘ ગટાને શ્રી સિદ્ધાચળજી સંઘ લઈને જવાનું હતું અને મહારાજજીએ પણ પોતાની ઈચ્છા તે તરફ જવાની બતાવી હતી, એટલે હેમાભાઈ શેઠે તે સંઘવીને રૂબરૂમાં બોલાવીને બે પંજાબી મુનિઓને સાથે લઈ જવા ભલામણ કરી. સંઘવીનો વિચાર મોટી મજલ કરીને છેડે દિવસે પાલીતાણે પહોંચવાનું હોવાથી મુનિરાજ શ્રી બુટેરાયજીને વૃદ્ધ જાણી, તેઓ ડળીમાં બેસે તો ઠીક એમ તેમણે જણાવ્યું, પરંતુ ગુરૂમહારાજે તે વિચારની અનાવશ્યક્તા જણાવીને મોટી મજલ પણ ચાલીને જ કરવાની રૂચિ દર્શાવી. સંઘ સાથે ચાલતાં આઠ દિવસે–ચૈત્ર શુદિ ૧૩શે પાલીતાણે પહોંચ્યા. બીજે દિવસે પર્વતપર ચડીને શ્રી આદીશ્વરજીને ભેટતાં પરમ આફ્લાદ થયે. એ વખતે ઢંઢકમતિના દુર્ભાગ્યને વિચાર આવતાં મન કાંઈક ખિન્ન થયું. આવું ઉત્તમ તીર્થ, અનેક તીર્થકર અને ગણધરેએ જે ભૂમિને પાવન કરેલી, અનંતા મુનિરાજ જ્યાં સિદ્ધિપદને પામેલા અને અનેક શ્રાવકેએ પૂર્વ પુન્યના ગે મળેલી લક્ષ્મી અઢળકપણે ખરચીને જે તીર્થ પર પિતાના નામને અમર કરેલું એવા તીર્થાધિરાજના દર્શનથી અવિચારી કુગુરૂની પ્રેરણાવડે તેઓ વિમુખ રહે છે એ તેમના ભાગ્યેાદયની જ ખામી છે એમ માન્યું. પ્રથમ જિનેશ્વરની સમીપે અંતઃકરણપૂર્વક સ્તુતિ-સ્તવનાદિ કરીને પોતાના આત્માને ધન્ય માનતા નીચે ઉતર્યો. એક દિવસ સંઘના પડાવમાં રહીને બીજે દિવસે ગામમાં જોરાવરમલ્લજીની ધર્મશાળામાં મુનિ પ્રેમચંદજી પહેલાંથી આવેલા રહ્યા હતા તેમની ભેગાં જઈને ઉતર્યા. મુનિ મૂળચંદજી એ વખતે મેતી કડીઆની ધર્મશાળામાં રહેલા હતા. સંવેગી મુનિઓની સંખ્યા આ વખતમાં અલ્પ હોવાથી તેમને પરિચય આ વખતમાં શ્રાવકને બહુ એ છે હતે. યતિ • Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96