________________
( ૧૪ ) વર્તનને માટે તેવા વૈરાગીઓની ડાહ્યા માણસોમાં તે હાંસી જ થાય છે. પિતાની વાત સાચી લાગતી હોય અથવા વિચારમાં ચુક્તા હોઈએ તે સામા પક્ષકાર સાથે સરલ બુદ્ધિથી તે વિષયને નિર્ણય કરે અને સત્ય હેય તે અંગીકાર કરવું; પણ પિતાની હકીક્ત પિતાને સાચી ન લાગતા છતાં તે ઉપદેશ કરે એ સમજણની બલિહારી !
ચર્ચાસંબંધી કાર્યની રેકાણુ બંધ પડી એટલે તીર્થોધિરાજ શ્રી સિદ્ધાચળકને ભેટવાની પૂર્વની વાંછા પાછી દીપી નીકળી તેથી તે બાબત પર ધ્યાન ગયું. એવામાં અજમેરથી એક બાઈ સંઘ કાઢીને શ્રી કેશરીયાજી યાત્રા કરવા જતી હતી તેના આમંત્રણથી તેની સાથે ચાલ્યા. માર્ગમાં ઉદેપુર આવતાં ત્યાં સારે સત્કાર થયો. ખરતરગચ્છી યતિ આગ્રહ કરીને પિતાને ઉપાશ્રયે લઈ ગયા. જોરાવરમલ્લજીવાળાએ ઉદેપુરમાં રહેવા અને ચાતુર્માસ કરવા આગ્રહ કર્યો, પરંતુ ઈચ્છા સિદ્ધાચળજી સમુખ ચાલવાની હોવાથી ત્યાં રોકાયા નહીં. બાઈના સંઘ સાથે કેશરી આજી આવી, આનંદપૂર્વક યાત્રા કરી. એવામાં ઈલેરવાળા શા. બેચરદાસ માનચંદને સંઘ ત્યાં આવેલા તે પાછો સ્વદેશ -ગુજરાત આવવાનું હોવાથી તેની સાથે ગુજરાત ભણી વળ્યા. સંઘ ઈલેર પહોંચ્યા પછી સંઘવીને જણાવીને પોતે ગુરૂમહારાજસહિત પ્રાંતિજ આવ્યા. ત્યાં મુનિ નેમસાગરજીના શિષ્ય મુનિ કપૂરસાગર મળ્યા. કેટલીક બાબતમાં તેમની સાથે ચર્ચા થઈ જેમાં તેઓ પરાસ્ત થયા. પ્રાંતિજને શ્રાવકવર્ગ રાગી થયે. ત્યાંથી વિહાર કરી અમદાવાદ આવ્યા અને શહેર બહાર હઠીભાઈની વાડીએ નિવાસ કર્યો.
પ્રાતઃકાળે શહેરમાં અનેક જિનમંદિરના દર્શને લાભ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com