________________
( ૧૨ ). વૃદ્ધિચંદજીને ભણાવવા ઈચ્છા બતાવી એટલે ગુરૂમહારાજની આજ્ઞાથી તેમની પાસે વ્યાકરણનો અભ્યાસ આગળ ચલાવ્યું અને પરચુરણ અભ્યાસ પણ કર્યો.
ચોમાસું પૂર્ણ થયા પછી જયપુરથી વિહાર કરી કીશનગઢ અને અજમેર થઈને નાગોર ગયા. ત્યાં વિકાનેરના શ્રાવકે તેડવા આવવાથી ગુરૂમહારાજ સાથે વિહાર કરી સંવત ૧૯૧૦ નું ચોમાસું વિકાનેર કર્યું. ચારે મુનિરાજને અજમેરમાં જ તીર્થાધિરાજ શ્રી સિદ્ધાચળજી ભેટવાની અભિલાષા થઈ હતી પણ મુનિ વૃદ્ધિચંદ્રજીના પગમાં વા આવવાથી તે વર્ષમાં ત્યાં સુધી પહોંચવા જેવી શક્તિ જણાઈ નહીં. એટલે તેઓ ગુરૂમહારાજ સાથે નાગોર થઈને વિકાનેર પધાર્યા. મુનિ પ્રેમચંદજી નાગરમાં જ રહ્યા અને મુનિ મૂળચંદજી ગુરૂમહારાજની આજ્ઞાથી જંઘાબળની પૂણતાને વાગે ગુજરાતમાં પધાર્યા. ત્યાંથી પાલીતાણે આવી શ્રી સિદ્ધાચલજીને ભેટી તે ચોમાસું પાલીતાણે જ કર્યું. મુનિ વૃદ્ધિચંદજીને ઉત્તરાવસ્થામાં પગમાં આવેલા જે વાએ વિહાર કરવાની શક્તિ અટકાવીને એક જગ્યાએ સ્થિર રહેનારા બનાવી મૂક્યા તે વાનું મૂળ આ વર્ષમાં પાયું. “પૂર્વાપાજિત કર્મ મહાપુરૂષોને પણ છોડતા નથી. ”
આ વખત મુનિરાજ શ્રી બુટેરાયજીની પ્રખ્યાતિ આખા મારવાડમાં પ્રસાર પામી ગઈ હતી, જેથી દરેક ઠેકાણે તેમને સારે સત્કાર થતો હતે. તપગચ્છી મુનિને વિહાર એ તરફમાં બીલકુલ ન હોવાથી શાસ્ત્રોના આધારને લઈને મુનિશ કેટલાએક તપગચ્છ પ્રમાણે થયે હતો અને પ્રવૃત્તિ પણ કેટલીક તેને જ અનુસરતી થઈ હતી, પરંતુ ખરતરગચ્છી જાતિઓ તેમજ સાધ્વીઓને પરિચય વિશેષ હોવાથી કેટલીક ક્રિયાઓ તેમને અનુસરતી થતી હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com