Book Title: Muniraj Vruddhichandraji Jivan Charitra
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 31
________________ ( ૧૮ ) મહાવ્રતના પાલનમાં જેમ મંદ થયા હતા તેમ જ્ઞાનમાં પણ મંદ થઈ ગયા હતા. વૈદક અને મંત્રતંત્રથી ભેળા લોકોને પોતાનાઉપર રાગી કરવાને ધંધે લઈ બેઠા હતા. શ્રાવકની અણસમજને લીધે તેઓ પોતાના આ અગ્ય વર્તનમાં વધતા ગયા અને તેથી સડે પણ વધતા ગયા. મહાવ્રતની બાબતમાં તેઓના મનની દઢતા ન હોવાથી શિથિલ હતા, પણ જે જ્ઞાનમાં પ્રીતિવાળા રહી તે ઉદ્યમ શરૂ રાખ્યા હોત તો જેનના પંડિત તરીકે પણ તેઓ કાંઈ લાભક્તો થઈ પડત, પરંતુ તેના ઉપરીએાએ તેવો કાંઈ પણ વિચાર કરી ઉપાય જ્યા નહીં તેથી હાલ દેખાતી કનિષ્ટ સ્થિતિને વખત આવ્યે. પાલીતાણામાં ભાવનગરના શ્રાવક બહેચરદાસ વિગેરે મળેલા. તેમને મહારાજજીના ગુણની કાંઈક પરીક્ષા પડેલી તેથી તેમણે ભાવનગરમાં આવીને એ નવિન પંજાબી મુનિઓની પ્રશંસા કરી હતી. એવામાં તેમને ભાવનગર આવ્યા જાણીને આગ્રહપૂર્વક શેઠને ડેલે રહેવા માટે તેડી ગયા. મુનિ પ્રેમચંદજી વ્યાખ્યાન વાંચતા હતા તેથી લોકો ખુશી થતા હતા, પરંતુ મુનિ વૃદ્ધિચંદ્રજીએ તો સામાન્ય ઉપદેશથી અને સાધારણ વાતચીતથી શ્રાવકવર્ગના દિલનું આકર્ષણ કર્યું હતું. આ પ્રમાણે સુધરતી સ્થિતિ દેખીને મુનિ વૃદ્ધિચંદ્રજીએ ગુરૂમહારાજને રોશન કર્યું કે “આ ક્ષેત્ર ચાતુર્માસ કરવા ગ્ય છે.” મહારાજશ્રી ભાવનગર પધાર્યા. શ્રાવકવળે સારે સત્કાર કર્યો અને આ પંજાબી મુનિઓના આચાર-વિચાર-ક્રિયા તથા શુદ્ધ પ્રરૂપણ વિગેરે દેખીને શ્રાવકેના દિલ રંજિત થયા. યતિઓ ઉપર રાગ કંઇક મંદ થયે અને તેનામાં તથા મુનિઓમાં રહેલો અપાર અંતર સમજાવા લાગ્યું. મુનિરાજશ્રી બુટેરાયજીએ બે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96