Book Title: Muniraj Vruddhichandraji Jivan Charitra
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 26
________________ ( ૧૩ ) વિકાનેર શહેરમાં ર૭૦૦ ઘર ઓશવાળ વાણીયાના છે. તેમાં અરધા ઢંઢીઆ અને અરધા શ્રાવકે હતા. સંવેગી મુનિઓના વિહારના તો ત્યાં સ્વમા જ હતા, પરંતુ જતિઓની સંખ્યા અને તેમના ઉપાશ્રય ત્યાં પુષ્કળ હોવાથી એટલું શ્રાવકપણું ટકી રહ્યું હતું. અહીંના ચાતુર્માસમાં તેમજ વિહારમાં પણ નવો અભ્યાસ તો શરૂ જ હતો, પરંતુ મુખ્યત્વે તે ગુરૂમહારાજની પાસેથી બોલ–વિચાર સાંભળીને તેને અનુભવ મેળવવાનું ચાલતું હતું, જેથી સિદ્ધાંતોની અને ગ્રંથની કુંચીઓ સમજવામાં આવવાથી સિદ્ધાંતો અને ગ્ર વાંચવાનું સરલ થતું હતું. સંવત ૧૯૧૦ નું ચોમાસું પૂરું થયું એવામાં શ્રી અજમેરથી ત્યાંના સંઘને મુનિરાજ શ્રી બુટેરાયજી ઉપર કાગળ આવ્યું કે-“ઢુંઢીઆના પૂજ્ય રતનચંદ રિખ આપની સાથે પ્રતિમાસંબંધી ચર્ચા કરવાનું કહે છે માટે ચોમાસું ઉતર્યો આપસાહેબે આ તરફ પધારવું.” જેથી ચોમાસું ઉતયે વિકાનેરથી વિહાર કર્યો. માર્ગમાં નાગર આવતાં તે રતનચંદ રિખની જ બનાવેલી તેરાપંથીના ખંડનની ચર્ચાની પ્રત લીધી. એ ચર્ચામાં લખેલા તે રતનચંદના જ વાવડે તેનું ખંડન થઈ શકે એમ હતું. નાગેરથી તરતજ પરભાયો અજમેર આવ્યા, પરંતુ રતનચંદ તો તેમના આવવાના ખબર સાંભળીને પ્રથમથી જ ત્યાંથી ચાલ્યા ગયા હતા. “સૂર્ય પાસે અંધકાર કે સત્ય આગળ જૂઠ કદાપિ ટકી શકતું નથી.” આમાં પણ માણસના મનની નબળાઈ જ જણાય છે. વૈરાગ્ય ધારણ કરી–ઉપદેશક પદવી અંગીકાર કરી પિતાના મનમાં નિશ્ચય ન હોય તેવી વાતને ઉપદેશ કરે એવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96