________________
( ૧૧ )
ચાતુર્માસમાં જ લગભગ પહેલી વૃત્તિ પૂર્ણ કરી અને સાધુની ક્રિયાના સૂત્રા કંઠે ો, તેમજ દશવૈકાલિક સૂત્ર ગુરૂમહારાજ પાસે અસહ વાંચ્યું.
સ્થવિરકલ્પી મુનિઓને માટે સર્વજ્ઞે નવકલ્પી વિહાર કરવાની આજ્ઞા કરેલી છે તેને અનુસરીને ચાતુમાસકલ્પ સંપૂર્ણ થવાથી તરતજ દિલ્હીથી વિહાર કરી ફરતા ફરતા જયપુર આવ્યા અને સંવત ૧૯૦૯ નું ચામાસુ ગુરૂમહારાજ, મૂળચંદજી, પ્રેમચંદજી અને પેાતે મળી ચાર મુનિએએ જયપુરમાં જ કર્યું”. ચાતુર્માસમાં એક દિવસ સાંગાનેર દર્શન કરવા ગયા હતા. ત્યાં રાત્રિવાસેા રહ્યા. તે રાત્રિએ મુનિરાજ શ્રી ખુટેરાયજીને પગે એકાએક વ્યાધિ ઉત્પન્ન થયા અને તે વ્યાધિથી તરતમાં જ પગને તળીએ ફાહ્વા ઉપડી આવ્યા જેથી મહારાજશ્રીની ચાલવાની શક્તિ અંધ થઈ ગયા જેવું થયું. સાંગાનેરથી ધીમે ધીમે ચાલ્યા ખરા પરંતુ સાંગાનેર ને જયપુર વચ્ચે નદી આવે છે તે ઉતરી શકાય એમ જણાયું નહીં, જેથી સુરજમલ્લુ વિગેરે શ્રાવકા સાથે આવ્યા હતા તેમણે તથા ત્રણ સાધુઓએ મળી તેડી લઇ, મહારાજજીને નદી ઉતારી. આ વખતે ગુરૂભક્તિ કરવામાં આહ્લાદિત ચિત્તવાળા મુનિ વૃદ્ધિચદ્રજીએ સારૂ પરાક્રમ ખતાવ્યું હતું. “ સજ્જના પ્રસંગ પ્રાપ્ત થયે ગુરૂભક્તિ કરવામાં પરિપૂર્ણ શક્તિને વ્યક્ત કરી બતાવે છે. '’
જયપુરમાં હીરાચંદજી નામે એક વિદ્વાન પતિ હતા. મહારાજજી ઉપર તેમના દઢ રાગ હતા અને મુનિ વૃદ્ધિચંદ્રજીને જોઇને તેમના ઉપર તેને પ્રીતિ ઉપજતી હતી. પુણ્યવત પુરૂષની આકૃતિમાં જ કાંઇક એવી અનુપમ મધુરતા રહેલી હાય છે કે જે જોનારને અમૃતના સ્વાદતુલ્ય લાગે છે. હીરાચંદજીએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com