________________
દુ:ખ, આધિ, વ્યાધિ ને ઉપાધિ આવ્યા જ કરે છે. વળી સાંસારિક સ્વજનેને નેહ પ્રાંતે દુઃખદાયક છે; કારણ કે દમૂનિ દુ:વાનિ એવું આર્ષવચન છે. પ્રાણીનું આયુષ્ય અંજળીજળની માફક પ્રતિક્ષણે ક્ષય પામ્યા કરે છે. લક્ષ્મીને તે સ્વભાવ જ ચંચળ છે, તે કઈ સ્થાનકે સ્થિર થઈને રહી નથી, રહેતી નથી અને રહેવાની નથી. મૂખ પ્રાણું તેને સ્થિર માનીને તેના મદમાં છકી જાય છે પણ તેને મદ તે લક્ષ્મી જ ત્યાંથી જતી રહીને ઉતારે છે, અર્થાત્ જ્યારે લક્ષ્મી ચાલી જાય છે ત્યારે સ્વયમેવ મદાવસ્થા નષ્ટ થઈ જાય છે. આ પ્રમાણેના વિચારપૂર્વક કૃપારામને વૈરાગ્ય હોવાથી તે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય હતો.
જે વખતમાં કૃપારામે માતપિતાદિની સમ્મતિ દીક્ષા લેવા સંબંધી મેળવી, તે વખતે મુનિરાજ શ્રી બુટેરાયજી દિલ્લી હતા, તેથી કુટુંબની આજ્ઞા મેળવીને કૃપારામ દીક્ષા લેવા માટે દિલ્લી તરફ જવા નીકળ્યા. સર્વ કુટુંબ તે વખતે વિદાય કરવા આવ્યું હતું અને તેમની માસીના દીકરાને તથા એક નેકરને સાથે મોકલ્યા હતા. મહારાજશ્રી ઉપર કાગળ લખી આપે હતો. તેમાં એમ સૂચવ્યું હતું કે “હાલમાં કૃપારામને ગૃહસ્થ વેશે રાખી અભ્યાસ કરાવે અને ચાતુર્માસ ઉતયે દીક્ષા આપવી. ” કૃપારામ, એ પ્રકારની ભલામણ સાથે મુનિરાજશ્રી બુટેરાયજીની પાસે આવ્યા. તરતમાં તો ગૃહસ્થવેશે રહી અભ્યાસ કરવા માંડ્યો, પરંતુ દોઢેક માસ થયે એટલે તેમને વૈરાગ્ય બહુ દેદિપ્યમાન લાગવાથી તેમજ મુહૂર્ત સારું આવવાથી એસિ વિમાનિ એ વાક્યને લક્ષમાં રાખીને ગુરૂમહારાજાએ સંવત ૧૦૮ ના અશાડ શુદિ ૧૩ શે દીક્ષા આપવાનું નક્કી કર્યું..
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com