________________
વૈરાગ્ય એ નહોતે. કારણ કે એમની સંસારી સ્થિતિ ગર્ભશ્રીમંત હેવાથી કઈ પ્રકારની ન્યૂનતા નહોતી, સ્ત્રીપુત્રની ઉપાધિ તે વળગાડી જ નહોતી અને બીજું કઈ પણ કારણ એવું નિષ્પન્ન થયેલું નહોતું. તેમના દિલમાં તો પૂર્વના ક્ષપશમથી અને ગુરૂમહારાજના ઉપદેશથી નિરંતર એવા વિચાર આવ્યા કરતા હતા કે–સંસારીપણામાં પણ જેમની દેવેંદ્રો સેવા કરતા હતા એવા તીર્થકરેએ અને ષખંડ રાજ્યના અધિપતિ ચક્રવ– તીઓએ પણ સંસારને અનિત્ય જાણીને રાજઋદ્ધિ અને કુટુંબ-પારધારાદિકને છોડી ચારિત્ર અંગીકાર કર્યું તે તેઓ પરમાનંદ સુખના ભક્તા થયા છે, પણ જેઓ વિષયસુખમાં મગ્ન રહી ક્ષણિક સુખમાં ખેંચી ગયા, રાજ્યસુખ છેડી શકયા નહીં તેઓ ચકવર્યાદિ છતાં પણ નરકની અતિ તીવ્ર અને અસહ્ય વેદના ભેગવવાવાળા થયા છે. ચકવર્યાદિના સુખ આગળ આપણું સાધારણ મનુષ્ય પ્રાણીનું સુખ મહાસમુદ્રમાંના એક બિંદુ તુલ્ય નથી તે છતાં તેમાં મેહ પામીને તેને છોડી શકતા નથી એ તેમની કેવી મૂઢતા છે ? આ સંસારનું સ્વરૂપ ઇંદ્રજાળ, વિદ્યુતુના ચમકાર અથવા સંધ્યાના રંગ જેવું ચપળ છે. આ પંચમ કાળમાં પ્રાય: ઘણુ જ અલપ પુન્યવાન્ હેવાથી, જીવિતપર્યત અવિચ્છિન્નપણે સાંસારિક સુખ કઈ પ્રાણીને હોતું નથી. કાં તો સ્ત્રીસંબંધી, કાં તે પુત્ર સંબંધી, કાં તે દ્રવ્યસંબંધી, અને કાં તો ઘરહાટહવેલી સંબંધી, કાં તે સ્વજનસંબંધી અને કાં તો પિતાના દેહસંબંધી, તે તે વસ્તુના વિયાગાદિવડે અથવા બીજી ઉપાધિ પ્રાપ્ત થવાવડે આ પ્રાણને દુઃખ ઉત્પન્ન થવાનો સંભવ છે. કદિ એક પ્રકારનું સુખ હોય તો બીજા પ્રકારનું દુઃખ હેાય, એક ચિંતા નાશ પામે તે બીજી તેથી અધિક આવી પડે. આ પ્રમાણે ચકભ્રમણ ન્યાયે સુખ ને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com