________________
( ૧૦ )
મુકરર કરેલે દિવસે માટા મહાત્સવસહિત ગુરૂપાસે આવીને સર્વ અસાર વસ્તુ-વસ્ત્રાલંકારાદ્દિના ત્યાગ કરી પરમગુરૂ શ્રી ખુટેરાયજી મહારાજના હાથથી ચારિત્ર અ’ગીકાર કર્યું. આગાર તજી અણુગાર થયા. પંચ મહાવ્રતને ધારણ કરી વિતિભાવના ઉચ્છેદ કર્યા. મનવાંચ્છિત સ થવાથી જેમ સંસારી જીવા હર્ષ થી ઉભરાઇ જાય તેમ કૃપારામને પરમ આહ્લાદ થયા. પ્રારંભથી જ ધર્મની વૃદ્ધિ કરે એવા શુભ લક્ષણા જણાવાથી ધર્મવૃદ્ધિરૂપ ધારણા મનમાં રાખીને ગુરૂમહારાજે મુનિ વૃદ્ધિચંદ્રજી નામ સ્થાપન કર્યું. જે ધારણા આત્મિક પ્રયત્નવડે આગળ જતાં તેમણે પાર પાડી અને નામની પણ ગુણનિષ્પન્નતા સફળ કરી ખતાવી. તે ચામાસુ દિલ્હીમાં જ કર્યું અને ગુરૂમહારાજના સંગમાં રહીને તીક્ષ્ણ બુદ્ધિ તથા પ્રબળ ગ્રાહ્યશક્તિવડે સારી પેઠે જ્ઞાન સંપાદન કર્યું.
માતાપિતા તરફથી ઢીલ કરવાનું સૂચવન છતાં ઉતાવળે દીક્ષા ગ્રહણ કરી હતી, પરંતુ ભવિતવ્યતા અનુકૂળ હાવાથી જે થયુ તે સારૂ જ થયુ હતું; કેમકે જે ગુરૂમહારાજે આ અવસરે દીક્ષા આપવાની કૃપા કરી નહેાત તે ચાતુર્માસમાં વિશ્વના સંભવ ઉત્પન્ન થયા હતા. ચામાસાના બે મહિના વીત્યા પછી કૃપારામના એક મોટાભાઈનું મૃત્યુ થયું હતુ તેથી જો દીક્ષા લેવાણી નહાત તે તરતને માટે કદાચ દીક્ષા લેવાની મુદ્દત લંબાવવા જરૂર પડત; પરંતુ તાદશી ખાતે મુદ્ધિર્વાદશી મવિતવ્યતા એટલે જેવી ભવિતવ્યતા હાય તેવી જ બુદ્ધિ થાય છે. ” એ વાકય અહીં સફળ થયું હતું.
વ્યાકરણના અભ્યાસ ઉપર મૂળથી જ પ્રીતિ હતી તેથી સંસારીપણામાં પંચસધીના અભ્યાસ કર્યા હતા. ખાકી પ્રથમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com