________________
( ૭ ) રંગમાં રંગાણા, જગત બધું અનિત્ય અને સંબંધી સો સ્વાર્થતત્પર જણાયા, સાંસારિક સુખ વિજળીના ચમકારા જેવું ચલિત અને ક્ષણવિનાશી લાગ્યું, જેથી તેમને તેના ઉપભેગની ઈચ્છાવડે મનુષ્યજન્મને નિરર્થક ન ગુમાવતાં ધર્મારાધનવડે સાર્થક કરવાની ઈચ્છા પ્રવતી.
તેમણે બે વર્ષ દુકાનનું કામલક્ષપૂર્વક હશિયારીથી કર્યું, પરંતુ વૈરાગ્ય ઉત્પન્ન થયા પછી દુકાનના કામમાં લક્ષ ઓછું રહેવા લાગ્યું. સંવત ૧૯૦૫ ના વર્ષમાં દીક્ષા લેવાના શુભ અધ્યવસાય જાગૃત થયા. માતાપિતાની રજા માગી પણ મળી નહી, તેથી આરંભવાળા કાર્યમાં ઓછું ધ્યાન આપવા લાગ્યા અને કેટલાક વ્રત–નિયમ ગ્રહણ કરીને જળમાં કમળની જેમ–સંસારમાં છતાં પણ ન્યારા–ઉદ્વિગ્ન ચિત્ત રહેવા લાગ્યા. સ્ત્રી સંસારને વધારનારી અને નરકના દ્વારભૂત છે એમ વિચારીને વૈરાગ્યમાં વિદનભૂત વેવિશાળ ફરીને કરવા દીધું નહીં. વૈરાગ્યદશાયુક્ત સદ્વિચાર તાજાને તાજા રહેવાથી દિનપરદિન ઉદાસિનતા વૃદ્ધિ પામતી ગઈ. અનુક્રમે બે વર્ષે સર્વ કુટુંબીવર્ગને સમજાવીને દીક્ષા લેવાની તેમણે અનુમતિ મેળવી. આ વખતે સંસારનું વિષમ સ્વરૂપ ભવભીરૂ કૃપારામની નજર સામે તરી રહ્યું હતું.
કેટલાએક મનુષ્યને-દરિદ્ર અવસ્થા હેવાથી પૂરું ખાવાનું મળતું ન હોય, ઘણું સંતાન છતાં તેમનું ગુજરાન ચલાવવાની શક્તિ ન હોય, સ્ત્રી સુંદર છતાં અત્યંત લેશી હોય, અતલગના સંબંધીનું અથવા મિત્રનું નાની અવસ્થામાં મરણ નિપજ્યું હાય, મહત્તાવાળી જગ્યાએ અત્યંત માનહાનિ થઈ હોય-એવા અનેક કારણોને લીધે દુઃખગર્ભિત વૈરાગ્ય થાય છે અને તેવા વૈરાગ્યવડે દીક્ષા ગ્રહણ કરવાની ઈચ્છા થાય છે, પરંતુ કૃપારામનો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com