________________
ખને હતું અને શ્રદ્ધા તપગચ્છની હતી. તેમના પ્રસંગમાં આ વખતે ધર્મજસનું આખું કુટુંબ આવ્યું અને બુટેરાયજીના નિર્મળ મનના ઉપદેશથી તે આખા કુટુંબની શ્રદ્ધા પ્રતિમા માનવાની થઈ. કૃપારામને તેમની સાથે વિશેષ પ્રકારનો ધર્મરાગ જોડાય અને શુદ્ધ જૈનમતનું બીજ આ વખતે તેમના મનમાં રોપાયું.
સંવત ૧૦૩ માં બુટેરાયજી મહારાજે, મુનિ મૂળચંદજી તથા પ્રેમચંદજી સહિત મુહપત્તિ તેડી, પરંતુ એ વખતમાં આખા પંજાબમાં ઢંઢક મત વ્યાપી રહેલ હોવાથી તે મતનું પરિબળ વિશેષ હતું. આહારવિહારાદિમાં પણ કષ્ટ વેઠવું પડતું હતું. તેવું કષ્ટ વેઠીને-પરીસહ સહન કરીને પણ સ્થાને સ્થાને ઉપદેશ આપીને મુનિરાજ શ્રી બુટેરાયજીએ પ્રતિમા માનવા-પૂજવાની શ્રદ્ધાવાળાની સંખ્યા વધારી. ઢુંઢકમતિરૂપ કાંટાવાળા ક્ષેત્રને સાફ કરી તેમાં ઉત્તમ ધર્મબીજ વાવવાનું કષ્ટવાળું પણ પ્રશંસનીય કાર્ય દેશપ્રસિદ્ધ મુનિરાજ શ્રી બુટે રાયજીએ કરેલું હોવાથી આ પંજાબદેશ વાસ્તવિક રીતે તેમને આભારી છે અને એ સંબંધનું સર્વ પ્રકારનું માન પણ તેમને જ ઘટે છે.
બાળબ્રહ્મચારી–પુન્યવાન કૃપારામનું પુન્ય હવે જાગૃત થયું. તેણે પોતાના દયાળુ સ્વભાવવડે કૃપારામ (દયાનું ઘર) નામ સાર્થક કર્યું. “ સર્વ જીવને અભયદાન આપું અને સર્વ જીવની સાથે મૈત્રીભાવ રાખું” એવા પવિત્ર વિચારે તેને થવા લાગ્યા. કુમતિઓને સંગ છુટયો ને સદ્ગુરૂને વેગ મળવાથી ધર્મની રૂચિ વધી જેથી તે પદ્ગલિક સુખને તૃણવત્ નિઃસાર ગણવા લાગ્યા. ઘટમાં જ્ઞાનદીપક પ્રકાશ આપવા લાગ્યા તેથી સંવેગ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com