________________
( ૪ )
શેાધક છતાં, સસારવાસ મહાદુ:ખદાયક જાણીને પૂર્વે કેટલાએક રાજાએ જેમ તાપસાના સહવાસવડે તાપસી દીક્ષા ગ્રહણ કરતા હતા તેમ એમણે પણ હુકમતની દીક્ષા ગ્રહણ કરી હતી.
.
ઢુંઢકા પણ શાસ્ત્રો તા જે તપગચ્છાદિમાં માન્ય છે તે જ માન છે, પરંતુ ૪૫ આગમ, તેની પંચાંગી અને સમુદ્રસરખા બુદ્ધિવાન્ અનેક આચાર્યોએ સિદ્ધાંતમાંથી ઉદ્ધરીને પૂર્વના ગંભીરાવાળા નાના નાના શાસ્ત્રોમાંથી ગુરૂગમવડે તેમજ જ્ઞાનના ાપશમવડે વિસ્તૃત રહસ્ય પામીને, માળવાના ઉપકારને નિમિત્તે માગધીમાં તેમજ સંસ્કૃતમાં અનેક ગ્રંથા રચેલા છે તે બધા ન માનતાં માત્ર ૩૨ સૂત્રા મૂળ જ માને છે અને તેના સત્ય અને પ્રગટ કરનાર પૂર્વપર શ્રુતકેવળી વિગેરેની કરેલી પંચાંગી, બાકીના સૂત્રો અને ગ્રંથા માનતા નથી. ૩ર સૂત્રોમાં પણ કેટલાએક પાઠ કે જે જિનપ્રતિમાનું માનનીયપણું સૂચવે છે તે પાઠ તે ફેરવે છે અને તેમાંના કેટલાએક સૂત્રોના આલાવાના અર્થ પણ જુદી રીતે કરે છે. તેને સૂત્રના અર્થ કરવાના આધાર માત્ર અલ્પમતિઓએ કરેલા સૂત્રો ઉપરના ટખા છે, કેમકે તેઓ વ્યાકરણને કુશાસ્ત્ર કહીને તે ભણવાના નિષેધ કરે છે અને મહાબુદ્ધિશાળી આચાયોએ રચેલી ટીકા વિગેરેમાં બતાવેલા અર્થ માનતા નથી તેમ વાંચતા પણ નથી. મહાન્ બુદ્ધિમાને કરેલા અર્થ ન માનવા અને અ૫બુદ્ધિમાને કરેલા અર્થ અંગીકાર કરવા એવી તેમની સમજણને સુજ્ઞ, વિદ્વાન અને વિચારવાન માણસો તેા હસે છે. પરંતુ ધર્મની ખાખત જ એવી છે કે માણસ ઉંડા ઉતરી વિચારતા નથી ને એક જ વાત ઉપર આગ્રહ કરી બેસે છે; પણ તે ભવભીરૂનું લક્ષણ નથી. સંસારથી ઠ્ઠીનારાએ ઉંડા ઉતરી—વિચારી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com