Book Title: Muniraj Vruddhichandraji Jivan Charitra
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 15
________________ ( ૨ ) પુત્ર થયા હતા; પરંતુ મૂલ્યવાન નાનું મણિ પણ મુગટમાં જડાઇને દેવાધિદેવના મસ્તકે આરૂઢ થાય તેમ અનેક ગુણૢાવડે અમૂલ્યતા સપાદન કરીને તેઓ ચતુર્વિધ સંઘમાં પૂજ્યપદવીને પ્રાપ્ત થયા હતા. વળી લઘુતામાં જ પ્રભુતા રહેલી છે એમ પ્રત્યક્ષ જણાવવા માટે જ જાણે તે ખંવમાં લઘુ થયા હાય એમ જણાતું હતું. જન્મથી જ તેમના શરીરને ખાંધા મજબૂત હતા. સુશેાભિત વદનકમળ, અષ્ટમીના ચંદ્ર જેવું લલાટ, દીર્ઘ ભુજાએ, સુકામળ આંગળીઓ, કુર્માન્નત ચરણ, વિશાળ હૃદય, ઉજ્વળ વષ્ણુ, મનરંજની ગતિ અને દેખતાં જ પ્રીતિ ઉત્પન્ન કરે એવા તેઓના દેખાવ હતા. સામુદ્રિક લક્ષણાપેત ભાળસ્થળને જોતાં જ આ કાઇ પ્રભાવક પુરૂષ થશે એમ નિમિત્તજ્ઞા કહેતા હતા. માતાપિતા અને વડીલ ભાઈબહેનેાનું વાત્સલ્ય સ્વાભાવિક રીતે જ વિશેષ જણાતુ હતુ. બાલ્યાવસ્થાથી જ રમતગમત ઉપર ચિત્ત આછું હતું. ચંદ્રમાની કળાની પેઠે જેમ જેમ વય વૃદ્ધિ પામતી ગઇ તેમ તેમ ગુણરૂપી વૃક્ષ પણ અંકુરિત થઇને વૃદ્ધિ પામતુ ગયુ. તેમને ચેાગ્ય વયે ગામડી નિશાળે અભ્યાસ કરવા બેસાર્યો. ત્યાં વિદ્યાચાની શક્તિના પ્રમાણમાં સાધારણ વિદ્યાભ્યાસ કરી વ્યવહારિક કાર્ય માં પ્રવત્યો. તેઓ પ્રારંભમાં તેમના વડીલ ભાઇ મુસદ્દીમલ હેમરાજના નામની શરાી દુકાને ૧૪ વર્ષની ઉમ્મરે બેઠા. ત્યાં વ્યાપાર સાનુ, રૂપ, કાપડ અને ઝવેરાત વિગેરેના હતા. બુદ્ધિ તીક્ષ્ણ હાવાથી તેમાં પ્રવેશ કરતાં તેમને વાર લાગી નહીં. લઘુ વયમાં જ પીંડઢાદલખાં નામના શહેરમાં કુળવાન ઘરની કન્યા સાથે તેમનું વેવિશાળ થયું હતું, પરંતુ કાઇ કારણસર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96