________________
ચાતુર્વર્ય અતિ પ્રાચીન કાળમાં આર્યોમાં એક જ વર્ણ હતો. મહાભારતમાં કહ્યું છે : “વર્ણોમાં કશો ભેદ કે ફરક નથી. આખું વિશ્વ બ્રાહ્મ, અર્થાત બ્રહ્માનું સરજેલું, છે. બ્રહ્માએ તે અગાઉના યુગમાં રચ્યું, અને પછી તેમાંથી જુદાં જુદાં કર્મ અનુસાર જુદા જુદા વણે પડ્યા.” ઉપનિષદમાં કહ્યું છે: “એક શરૂઆતમાં વિશ્વમાં જે કંઈ હતું તે બ્રહ્મ (બ્રાહ્મણ) જ હતું. તે બ્રાહ્મણ એકલો હતો. એકલે હોવાથી તે કામને પહોંચી શકતો નહીં. તેથી તેણે બહુ જ ઊંચા પ્રકારના રૂપવાળા ક્ષત્રિયને પેદા કર્યો . . . . આ રીતે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય ને શુદ્ધ પેદા થયા.” પણ આ ચાર વર્ણ તે સાક્ષાત બ્રહ્મનાં જ ચાર રૂપ હતાં. “બ્રહ્મ દેવામાં અગ્નિનું રૂપ લીધું, અને માણસામાં બ્રાહ્મણનું. ક્ષત્રિયનું રૂપ લઈને બ્રહ્મ ક્ષત્રિય બન્યું; વૈશ્યનું રૂપ લઈને વૈશ્ય બન્યું; શદ્રનું રૂપ લઈને શદ્ર બન્યું.”૩ અહીં ખાસ જોવા જેવું તો એ છે કે શદ્રને પણ બ્રહ્મનું જ એક રૂપ માન્યો છે; તેને બીજાઓ કરતાં હલકે ગણ્યા નથી. વેદના પુરુષસૂક્તમાં પણ એ જ વિચાર છે. ત્યાં કહ્યું છે : “બ્રાહ્મણ એ વિરાટ પુરુષનું મુખ હતો. રાજન્ય એના બે હાથ બન્યો. વૈશ્ય એની જાંઘ છે. અને શુદ્ર એના બે પગમાંથી જન્મ્યો.”૪ શરીરને જેમ આ જુદા જુદા અવયવોની સરખી જરૂર છે, તેમ સમાજને આ જુદા જુદા વર્ણોની પણ સરખી જરૂર છે. શરીરના પગની પેઠે શુદ્ર ચાલવાનું – સેવા તથા મજૂરીનું – કામ કરે માટે તેને પગમાંથી જન્મેલે કહ્યો છે, પણ તે બીજા કરતાં હલકે છે એવું કહ્યું નથી.
આર્ય સમાજમાં આ ચાર જ વર્ષો હતા, પાંચમે વર્ણ નહોતો. દમાં “વિશ” એ શબ્દ આવે છે, ત્યાં એને અર્થ થાય છે પ્રજા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com