________________
( ન્યુરૉરેડિયોલૉજીઃ મગજની એક્સ-રે તપાસ)
સામાન્ય રીતે મગજના કે અન્ય રોગનું નિદાન ડૉક્ટર દર્દીના બાહ્ય અવલોકન-ચિહ્નો અને પૂછપરછ વગેરે દ્વારા કરતા હોય છે. કેટલીક વાર રોગનાં કારણો જાણવા માટે શરીરની અંદર કેવી, ક્યાં અને કેટલી તકલીફ છે તેની તપાસ કરવી જરૂરી બને છે ત્યારે રેડિયૉલૉજીન્યુરૉરેડિયોલૉજી માઁદે આવે છે, જેમાં એક્સ-રે, સોનોગ્રાફી, સી.ટી.સ્કેન અને એમ.આર.આઈ. વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. • એક્સ-રે - ક્ષ-કિરણો :
શરીરની અંદર જોઈ શકનારાં આ ઍક્સ-રે (ક્ષ—કિરણો) “ચમત્કારિક કિરણો”ની શોધ ઈ.સ. ૧૮૯૫માં જર્મનીના ડૉ. રોન્ટજને કરી હતી. ત્યાર બાદ તબીબી ક્ષેત્રે આ કિરણોનો વધારે ને વધારે કલ્પનાશીલ રીતે ઉપયોગ થતો રહ્યો છે, જે માનવજીવન માટે એક મહાન આશીર્વાદ રૂપ નીવડ્યો છે.
સૂર્યપ્રકાશ, ક્ષ—કિરણો, માઈક્રોવેવ અને રેડિયોતરંગો આ બધા વૈજ્ઞાનિક દૃષ્ટિએ વીજચુંબકીય તરંગો છે. તેમાં ફરક છે માત્ર આ તરંગોમાં રહેલી શક્તિનો. રેડિયો અને ટેલિવિઝનનાં મોજાં-તરંગોમાં ઝાઝી શક્તિ નથી તેથી આપણી ચારે તરફ આવા અસંખ્ય તરંગો પ્રસરેલા હોવા છતાં આપણે સ્વસ્થ જીવન-જીવી શકીએ છીએ. ક્ષ—કિરણોની ઊર્જા પ્રકાશ કરતાં ૧૦૧૫ હજાર ગણી વધુ છે એટલે એ વસ્તુઓ-ચીજોની આરપાર જઈ શકે છે. કુદરતની કરામત એ છે કે આપણી આંખોને ફક્ત સૂર્યપ્રકાશ જ દેખાય છે.
સામાન્ય એક્સ-રેની મદદથી મગજના બાહ્યાવરણનું એકપરિમાણીય ચિત્ર મળે છે જેનાથી કોઈ ચીજની ઊંડાઈ કેટલી છે તે ખબર પડતી નથી દા. ત., મગજની અંદર ગાંઠ હોય તો તે ચોક્કસ કઈ જગ્યાએ અને કેટલી ઊંડાઈમાં છે તે જાણી શકાતું નથી. • સી.ટી.સ્કેન (c.T.scan) :
એક્સ-રેનો ઉપયોગ શરીરના વિવિધ અવયવોનાં ચિત્રો મેળવવા માટે થાય છે પરંતુ આપણી ચર્ચા અહીં મગજના રોગોમાં ઍક્સ-રે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org