________________
૨૮૮
(૨)
મગજ અને જ્ઞાનતંતુના રોગો ડૉક્ટર પાસે જાઓ ત્યારે (૧) ડૉક્ટર પાસે જતા પહેલાં તમારી એપોઈન્ટમેન્ટ નક્કી
કરી લેવી હિતાવહ છે. તમારી તમામ તકલીફોની યાદી તે દરેકના સમયગાળા
સાથે ચોક્કસ ક્રમમાં ટૂંકમાં નોંધીને લઈ જશો. ? (૩) ડૉક્ટર સમક્ષ તમારી તકલીફોની રજૂઆત ટૂંકમાં
મુદ્દાસર કરશો. ડૉક્ટરને તમારી ફરિયાદોનું વર્ણન કરશો, તમારું માની લીધેલું નિદાન જણાવશો નહીં. (જેમ કે “મને ગળાની અંદર દુઃખે છે” એમ કહો,
“ટોન્સિલ થઈ ગયા છે” એમ નહીં). (૪) તમારી અગાઉની તમામ મહત્ત્વની બીમારીઓ, તેને
લગતાં તબીબી પરીક્ષણો, સારવાર, શસ્ત્રક્રિયાઓ અને નોંધોની વ્યવસ્થિત ફાઈલ તૈયાર કરી સાથે રાખશો. જો તમારી વર્તમાન તકલીફને અગાઉની બીમારી કે બીમારીઓ સાથે સંબંધ હોય તો તેની વિગતો ડૉક્ટરને બતાવવી ભૂલશો નહીં. કોઈ વાર લોહી ચઢાવ્યું હોય તો પણ ખાસ જણાવવું. તમારા કુટુંબમાં નજીકના સગપણમાં કોઈને ક્ષય, હાઈ
બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હૃદયરોગ, ખેંચ, યકૃત કે મૂત્રપિંડની બીમારી, જન્મજાત ખોડખાંપણ, અસ્થમા, સંધિવા કે અન્ય કોઈ વિશેષ બીમારી હોય તો તે વ્યક્તિનાં તમારી સાથેનાં સગપણ સાથે તેની
નોંધ રાખશો. (૬) સંકોચ રાખીને ડૉક્ટરથી કોઈ પણ વિગત કે માહિતી
છુપાવશો નહીં. ખાસ કરીને આયુર્વેદ, હોમીયોપથી, યુનાની વગેરેની પણ કોઈ દવા ચાલતી હોય તે વિગતવાર જણાવવી. શક્ય હોય તો દવાઓ સાથે લઈને જવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org