Book Title: Magaj ane Gyantantu na Rogo
Author(s): Sudhir V Shah
Publisher: Chetna Sudhir Shah

View full book text
Previous | Next

Page 303
________________ ૨૮૬ કુટુંબીજનોની વિશિષ્ટ ફરજો ઃ મગજ અને જ્ઞાનતંતુના રોગો દર્દીને સાજો કરવામાં ઘણાં પરિબળો ભાગ ભજવે છે. તેમાં કુટુંબીજનો દ્વારા અપાતી સેવા-શુશ્રૂષા બૃહત્ત્વની છે. દર્દીની ચિકિત્સા ઉપરાંત પ્રેમભરી લાગણી પણ જાદુઈ કામ કરે છે. તેનાથી દર્દીના મનોબળમાં વધારો થવાથી સાજા થવાની દર્દીની આંતરિક શક્તિમાં વધારો થાય છે. હૉસ્પિટલમાં સ્વજનોએ દર્દીની પાસે વારાફરતી દિવસ-રાત સંભાળ માટે રહેવું જોઈએ અને તેનું સતત ધ્યાન રાખવું જોઈએ. દર્દીને ક્યારેય એકલો મૂકવો નહિ. એવા સમયે ક્યારેક દર્દી પલંગમાંથી નીચે પડી જવાની શક્યતા રહેલી છે. જરૂર પડ્યે પલંગને રેલિંગ મુકાવી શકાય. દર્દીને શાંતિ અને આરામની જરૂર હોવાથી તેના પલંગ પાસે મોટેથી વાતો કરવી નહિ કે ઘોંઘાટ થવા દેવો નહિ. રૂમમાં સ્વચ્છતા જાળવવી. દર્દી પાસે વધુ વ્યક્તિઓને ભેગી થવા ન દેવી, કારણકે દર્દીને ચેપ લાગી જવાનો ભય રહેલો છે. રોગિષ્ટ સ્વજન દર્દીની તબિયત પૂછવા આવ્યાં હોય તો તેને દર્દીથી અચૂક દૂર રાખવાં. દર્દીની ખબર કાઢવા આવનાર વ્યક્તિએ દર્દી સાંભળે તેમ બીમારી, મૃત્યુ કે બીજી આઘાતજનક વાતો ન કરવી જોઈએ. આવી કોઈ પણ વાત દર્દીના મનોબળને ઘટાડે છે. આવા લોકો દર્દી પાસે જાય નહિ તેની ખાસ કાળજી રાખવી. એવી જ રીતે દર્દ, દવા, ડૉક્ટર કે દવાખાના અંગે જાણેલાસાંભળેલા ખરાબ અનુભવો, માન્યતાઓની વાતો પણ દર્દી કે તેના પરિવારના સભ્યો, તેની સારવારમાં રોકાયેલાં સ્વજન સમક્ષ કરવી જોઈએ નહિ. દર્દીના રોગ વિશેની આગાહીઓ, અપાતી દવા બરાબર છે કે નહિ, ડૉક્ટર સારા છે કે નહિ તે સંબંધી વાતો કરવી નહીં. તેનાં કારણે દર્દી અને સગાં For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314