Book Title: Magaj ane Gyantantu na Rogo
Author(s): Sudhir V Shah
Publisher: Chetna Sudhir Shah

View full book text
Previous | Next

Page 302
________________ દવાખાનામાં દાખલ કરેલ દર્દી અંગે જરૂરી સૂચનો ૨૮૫ (૨) દર્દી બેહોશ હોય ત્યારે દર્દીનું માથું ૩૦થી ૪૦ ડિગ્રી ઊંચું રહે તેવી રીતે તેને સુવાડવો જોઈએ. (૧૧) (૩) દર્દીને એક પડખે સુવાડવો (lateral semiprone position), તેમજ દર એક-બે કલાકે તેનું પડખું બદલતા રહેવું જોઈએ. (૪) દર્દીને ભાઠાં કે ચાંદાં ન પડે તેનું સતત ધ્યાન રાખવું જોઈએ. ચામડ઼ીનો રંગ બદલાય, ચામડી ઘસાય કે છોલાય તો ડૉક્ટર અને નર્સનું ધ્યાન દોરવું. (૫) જો લાંબા સમયની બીમારી હોય અને દર્દી તદ્દન પથારીવશ હોય તો એવા સંજોગોમાં દર્દી માટે પાણી ભરેલી પથારી (water-bed)ની જરૂર પડે છે. તબીબની સલાહ મુજબ જ દર્દીને વૉટર-બેડ પર સુવાડવાની વ્યવસ્થા કરી શકાય. ક્યારેક હવા ભરેલી પથારી(ઍર-બેડ) અથવા સ્પંજબેડ વાપરી શકાય. (૬) દર્દીને દરરોજ સ્પંજ (ભીના પોતાથી શરીર સાફ) કરાવવું. (૭) દિવસમાં બે વખત દર્દીનું મોઢું સિસ્ટર પાસે સાફ કરાવવું. આ કામ દર્દીના સગાં પણ કરી શકે. (૮) દર્દી ભાનમાં હોય ત્યારે શક્ય હોય તો તેને બેસાડીને જ ખોરાક આપવો. અગત્યના મુદ્દા (Vital Points) દર્દીના હૃદયના કે નાડીના ધબકારા વધુ જણાય તો તરત ડૉક્ટરને જાણ કરવી. દર્દીનાં સગાં કાર્ડિયાક મૉનિટર જોવાનું પ્રાથમિક કક્ષાએ શીખી લે તે હિતાવહ છે. દર્દીને શ્વાસ વધુ લાગે અથવા તે અચાનક ફિક્કો કે ભૂરો પડી જાય અથવા તેને ખેંચ આવે તો ડૉક્ટરને / સિસ્ટરને તરત જાણ કરવી. તાવ વધુ જણાય ત્યારે ડૉક્ટરનું / સિસ્ટરનું ધ્યાન દોરવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314