Book Title: Magaj ane Gyantantu na Rogo
Author(s): Sudhir V Shah
Publisher: Chetna Sudhir Shah

View full book text
Previous | Next

Page 289
________________ ૨૭૨ મગજ અને જ્ઞાનતંતુના રોગો (અ) એપિલેપ્સી (ફિટ(વાઈ) : (૧) ડાઈફિનાઈલ હાઈડેન્ટાઈન (Diphenyl Hydantoin) : આ દવાથી જવલ્લે જ અતિશય ગંભીર પ્રકારની એલર્જી ઊભી થાય છે, જેને સ્ટીવન્સ-જહોન્સન સિન્ડ્રોમ કહે છે. આમાં ચામડીમાં ચાઠાંથી શરૂઆત થઈ તાવ આવે છે. જિંદગીનું જોખમ ઊભું થાય છે. આ સિવાય આ દવાની પ્રચલિત આડઅસરોમાં પેઢાં ફૂલી જવાં, ચહેરાની સુંદરતા-કોમળતા ઓછી થવી, બિનજરૂરી વાળ ઊગવા, ક્વચિત્ યાદદાસ્ત ઘટવી, ગળામાં ગાંઠો થવી, નાના મગજની કાર્યશીલતાને અસર થવી, કે એવી જ્ઞાનતંતુઓની સામાન્ય તકલીફો થતી જોવામાં આવે છે. જો ડોઝ વધુ પડતો હોય તો દર્દીને ડબલ દેખાય, લથડિયાં આવવાં શરૂ થાય. તેથી આ દવાનું બ્લડમાં કેટલું પ્રમાણ છે તે વખતોવખત જોવું જોઈએ, જેને બ્લડ ફિનાઈટીઈન લેવલ કહે છે. આ ટેસ્ટ માટે લોહીનો નમૂનો ચોક્કસ સમયે લેવો જોઈએ (દવા લેવાનાં પહેલા) નહીંતર તેનો અર્થ નથી. સગર્ભા સ્ત્રીઓને બીજી દવા પર ફેરવવામાં આવે છે, કેમ કે આ દવાથી ફવચિત્ (૦.૭ ટકા) બાળકો ખોડવાળાં પેદા થાય છે. (૨) કાર્લામેઝેપિનઃ (Carbamazepin) - આ દવા પણ ઉપર મુજબ, છતાં જવલ્લે જ જોવા મળતી સ્ટિવન્સ-જહોન્સન નામની જિંદગીને જોખમ કરે તેવી ચામડી અને મ્યુક્સ મેમ્બેનની ગંભીર એલર્જી કરી શકે છે. તે ઉપરાંત શ્વેતકણો ખાસ કરીને ન્યુટ્રોફિલ્સ ઘટી શકે, જેથી ગળામાં તથા જીભ પર છાલાં પડે અને ચેપ લાગી શકે. તેથી આ દવા લેનારના લોહીના વિવિધ કણો નિયમિત ૩-૪ મહિને તપાસતા રહેવા જોઈએ. આ દવા સગર્ભાવસ્થામાં પ્રમાણમાં નિર્દોષ છે. બાળકને કોઈ આડઅસર થતી હોય તેવા અહેવાલો નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314