Book Title: Magaj ane Gyantantu na Rogo
Author(s): Sudhir V Shah
Publisher: Chetna Sudhir Shah

View full book text
Previous | Next

Page 296
________________ (૫)(દવાખાનામાં દાખલ કરેલ દર્દી અંગે જરૂરી સૂચનો) દર્દીને ન્યુરોલૉજિકલ અથવા અન્ય રોગોની સારવારઅર્થે દવાખાનામાં દાખલ કર્યા પછી તેની સારસંભાળ માટે જે કુટુંબીજન | સ્વજન દર્દી સાથે રહે, તેમની કેટલીક ફરજો હોય છે. ખાસ કરીને, દર્દી બેહોશ હોય, સ્થિતિ ગંભીર હોય કે તે અતિશય નબળાઈ ધરાવતો હોય ત્યારે તેમની વિશેષ કાળજી લેવાની જરૂર પડે છે. હૉસ્પિટલમાં આવા દર્દીની નીચે દર્શાવેલી વિવિધ સારવાર અંગેની જાણકારી સામાન્ય રીતે દર્દીના કુટુંબીજનને પણ હોવી જોઈએ, જેના કારણે સારવારમાં સરળતા રહે. ઑક્સીજન ટ્યૂબ, નસમાં પ્રવાહી આપવું, યુરીનરી કેથેટર, નાક દ્વારા ટ્યૂબથી ફિડીંગ વગેરે નર્સિંગ સ્ટાફનું કામ છે. છતાં પણ સગાંસંબંધીઓ આ બધું ધ્યાનમાં રાખીને સહકાર આપી શકે છે. (૧) ઓક્સિજન - ૦ દર્દીને જરૂર હોય ત્યારે સતત અથવા આંતરે કલાકે ઓક્સિજન અપાતો હોય છે. તે માટે નાકમાં ભરાવેલ ટ્યૂબ બરાબર રહી છે કે કેમ તે જોતાં રહેવું જોઈએ. ઑક્સિજનના સિલિન્ડરની બાજુમાં ગોઠવેલી બૉટલમાં જોવા મળતા પરપોટા દર્શાવે છે કે દર્દીને ઑક્સિજન મળી રહ્યો છે. આથી આ બૉટલ તરફ વચ્ચે વચ્ચે નજર રાખવી જોઈએ. તે ખલાસ થવા આવે એ પહેલાં વૉર્ડના સ્ટાફને જાણ કરવી જોઈએ. ઘણી જગ્યાએ હવે જો કે સેન્ટ્રલ લાઈન દ્વારા ઑક્સિજન અપાતો હોય છે જેમાં આ તકેદારીની જરૂર પડતી નથી. (૨) બાટલા ચઢાવવા : (V Fluid) દર્દીને જો બાટલા ચઢાવવામાં આવ્યા હોય તો દર્દીનાં સગાંએ નીચેની બાબતોનું ખાસ ધ્યાન રાખવું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314