Book Title: Magaj ane Gyantantu na Rogo
Author(s): Sudhir V Shah
Publisher: Chetna Sudhir Shah

View full book text
Previous | Next

Page 299
________________ ૨૮૨ મગજ અને જ્ઞાનતંતુના રોગો (૨) દર્દીને ચોવીસ કલાકમાં જો પેશાબ ર૫૦૦ મિ.લિ.થી વધુ થાય અથવા ૧૦૦૦ મિ.લિ.થી ઓછો થાય તેમ જ પેશાબ અતિશય પીળો(હળદરના રંગનો), લાલ કે પરુ જેવો થતો દેખાય તો ડૉક્ટરને જાણ કરવી. (૩) દર કલાકે દર્દીને થતા પેશાબની માત્રા જોતા રહેવી. જો તે ઓછો થતો જણાય તો ડૉક્ટર કે સિસ્ટરનું ધ્યાન દોરવું. (૪) સામાન્ય રીતે જો કેથેટર અંદરનું Indwelling) હોય તો તેને પંદર દિવસે બદલવું જોઈએ અગર તે બહારનું કેથેટર હોય તો દર ત્રીજા દિવસે બદલી નાખવું. (૫) જો અંદર સિલિકોનનું (સિલાસ્ટિક) કેથેટર મૂકવામાં આવે તો તે લાંબો સમય ચાલી શકે. (૬) કેથેટર લગાડેલ ભાગ ડ્રેસિંગથી સાફ રાખવાની કાળજી રાખવી. (૫) મળત્યાગ (Bowel Motion) દર્દીને પેટ રોજ સાફ થાય તે હિતાવહ છે. પણ બે દિવસ પછી પણ જો ઝાડો (મળત્યાગ) ન થાય તો ડૉક્ટરનું ધ્યાન દોરવું. ડૉક્ટર ફીડિંગ ટ્યૂબ દ્વારા દવા અથવા ગુદા વાટે એનિમા આપવા કે સપોઝિટરી મૂકવાનું સૂચન કરે તે મુજબ કરવું. () આંખની સંભાળ બેભાન દર્દીની આંખ ખુલ્લી જ રહેતી હોય તો તે લાલ થાય અને કોર્નિઆના નાજુક ભાગ ઉપર ચાંદું (ulcer) થવાથી આંખે અંધાપો આવી શકે. તેથી ડૉક્ટરની સલાહ મુજબ પૈડથી આંખો ઢાંકવી તથા Moisol વગેરે યોગ્ય ટીપાં નાખવાં તથા જરૂર પડે એન્ટિબાયોટિક ટીપાં નાખવાં. () મોઢાની કાળજી (માઉથર્કેર) | મોઢામાં ચાંદી, ફોતરી પડે નહિ તે માટે દરરોજ મોઢામાં In Edue તપાસ કરવી. દિવસમાં બે વાર મેડિકેટેડ ગ્લિસરિન તથા Private & Personal Use On ww.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314