Book Title: Magaj ane Gyantantu na Rogo
Author(s): Sudhir V Shah
Publisher: Chetna Sudhir Shah
View full book text
________________
૨૭૩.
લાંબા સમય સુધી વાપરવી પડે તેવી ન્યુરૉલૉજીની દવાઓ વિશે સમજણ (૩) વાત્રોઈક ઍસિડ : (Valeroic Acid)
આ દવા ઘણા પ્રકારની એપિલેપ્સીમાં વાપરવામાં આવે છે. તેનાથી વજન વધે, વાળ ખરે તે સામાન્ય છે પરંતુ તે ક્વચિત્ યકૃત(લિવર)ને નુકસાન કરે છે તેથી આ દવા ચાલુ હોય ત્યારે નિયમિત ૩થી ૪ મહિને એસ.જી.પી.ટી. નામની લોહીની તપાસ કરાવતા રહેવું જોઈએ, જોકે આ સલાહમાં કેટલીક ગૂંચવણો પણ છે, જેમ કે
અઠવાડિયા પહેલાં એસ.જી.પી.ટી. નૉર્મલ હોય અને પછી અચાનક લિવર બગડવા માંડે તેવું બની શકે, તેમ લાગે તો ફરીથી ટેસ્ટ કરાવી દવા બંધ કરવી પડે. ગર્ભવતી સ્ત્રીને આ દવા આપવાથી બાળકની કરોડરજ્જુ વગેરેમાં તકલીફ ઊભી થવાના અહેવાલો છે, જો કે તેનું પ્રમાણ ૧૦૦૦માંથી આશરે ૧૦ બાળક જેટલું જ છે. આ માહિતી ગર્ભાવસ્થા દરમિયાન નિયમિત રીતે સોનોગ્રાફી દ્વારા અને આલ્ફા-ફિટોપ્રોટીન નામના લોહીના ટેસ્ટ દ્વારા કે એગ્નિઓસેન્ટેસિસ દ્વારા મળે છે. તેમાં ગરબડ હોય તો પ્રેગ્નન્સી અટકાવવી પડે માટે
શક્ય હોય ત્યાં સુધી ગર્ભાવસ્થામાં આ દવા ન આપવી જોઈએ. (૪) ફિનોબાર્બીટોન: (Phenobarbitone)
આ દવા બહુ જૂની અને અસરકારક છે પરંતુ નાનાં બાળકોને તે વધુ સમય આપવાથી તે જિદ્દી અને તોફાની થઈ શકે. ક્યારેક આ દવાથી યાદદાસ્ત પણ બગડે છે તેમ મનાય છે, ઘેન ચઢે તે પણ તેની આડઅસર છે તેથી આ દવા આજકાલ ઓછી વપરાય છે. હવે તેના બદલે હવે તેનો ફેરફાર કરી ઈટરોબાર્મિટોન દવા યુરોપમાં વપરાય
છે જેનાથી આડઅસરો ઓછી થઈ જાય છે. (બ) પાર્કિન્સોનિઝમની દવાઓની આડઅસરો :
આ હઠીલા રોગની દવા પણ મોટે ભાગે જિંદગીભર લેવી પડે છે તેથી તેની આડઅસરોનો વિચાર કરવો જરૂરી બને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314