Book Title: Magaj ane Gyantantu na Rogo
Author(s): Sudhir V Shah
Publisher: Chetna Sudhir Shah

View full book text
Previous | Next

Page 284
________________ મગજની શસ્ત્રક્રિયા-ન્યુરોસર્જરી ૨૬૭ સર્જરીથી કેટલાક રોગો સાવ મટી જાય છે, કેટલાકમાં રાહત મળે છે, કેટલાકમાં ઑપરેશન પછી પણ દવાઓ થોડા સમય કે લાંબો સમય ચાલુ રાખવી પડતી હોય છે. ઑપરેશન પહેલાં જેમ નિદાન માટે સી.ટી. સ્કેન, એમ.આર.આઈ. ની જરૂર હોય છે તેમ ઑપરેશનનું પરિણામ કેટલું આવ્યું છે તે જાણવા અમુક કેસોમાં (ખાસ કરીને ગાંઠના કેસોમાં), ઓપરેશન પછી સી.ટી. સ્કેન કે એમ.આર.આઈ.ની જરૂર પડે છે. આ બધી પ્રક્રિયામાં દર્દી તથા તેનાં સગાં મૂંઝાતાં જોવા મળે છે. આર્થિક-સામાજિક પ્રશ્નો તેમને પરેશાન કરતા હોય છે. સાચી વાત તો એ છે કે ઑપરેશન પહેલાં અને પછી ડૉક્ટરો સાથે ખુલ્લા દિલે ચર્ચા કરી લેવી જોઈએ અને ડૉક્ટરોએ પણ સ્પષ્ટ ચિત્ર પહેલેથી રજૂ કરવું જોઈએ અને એકમેકના વિશ્વાસ, પ્રેમ અને સહકારથી આ કઠિન મિશન પૂરું પાડવું જોઈએ. આમ ન્યુરોસર્જરી એ માત્ર ન્યુરોસર્જનનું જ ક્ષેત્ર છે તેવું નથી. તેમાં ન્યુરોફિઝિશિયન, ન્યુરોસર્જન, ફિઝિયોથેરપિસ્ટ, ઓક્યુપેશનલ થેરપિસ્ટ, ફિઝિશિયનનું ટીમવર્ક હોવું જોઈએ. તો જ દર્દીની સંપૂર્ણ અને યથાર્થ સારવાર થાય. ન્યુરોસર્જરીનો ખર્ચ અલગ અલગ કેસમાં અલગ અલગ આવે એ સમજી શકાય તેવી વાત છે. તેમાં રોગનો પ્રકાર, રોગની ગંભીરતા, ઇમરજન્સી સર્જરીની આવશ્યકતા, સર્જનનો અનુભવ, સર્જરીનું શહેર-સ્થળ, હૉસ્પિટલની સુસજ્જતા અને એનેસ્થેસિયાનું જોખમ (જેમ કે વયસ્ક લોકો તેમ જ હૃદયરોગ-ડાયાબિટીસવાળા દર્દીને જોખમ વધુ હોય છે, એમ અનેક જાતનાં પરિબળો પર ખર્ચનો આધાર રહે છે. પરદેશમાં તો મોટે ભાગે ખર્ચ ઈન્શ્યોરન્સ એજન્સી પર હોઈ, દર્દી કે ડૉક્ટરને આ પ્રશ્નો પર સમય કે શક્તિ વેડફવાં પડતાં નથી. આશા રાખીએ કે આપણો સમાજ પણ એ રીતે જાગૃત થાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314