________________
3
ગાંઠ
મૂર્છા (કોમા)
મૂર્છાનાં કેટલાંક મહત્ત્વનાં કારણો
હેમરેજ કે લોહી ગંઠાવું લોહીની નળીઓનું ગૂંચળું
અકસ્માતમાં મગજને ઇજા
ચેપ : પુરુની ગાંઠો જન્મજાત અને વારસાગત રોગ મૂળ ગ્રીક ભાષામાંથી ઊતરી આવેલ શબ્દ છે કોમા. બેભાનાવસ્થા, અર્ધબેહોશી, મૂર્છા, તંદ્રા, પ્રલંબ ગાઢ નિદ્રા – આ બધા મગજ તથા શરીરના જુદા જુદા સ્તરની સંવેદનાત્મક અવસ્થા જણાવવા માટે વપરાતા શબ્દો છે. તબીબીવિજ્ઞાનની ભાષામાં કોમાની વ્યાખ્યા આપવી હોય તો એમ કહી શકાય કે મગજ એવી સ્થિતિમાં મુકાઈ જાય જ્યારે તેની સતર્કતા નાશ પામે. શરીરની અંદરની કે બહારની કોઈ પણ સંવેદનાને પ્રતિભાવ આપવાનું કે આંતરિક જરૂરિયાતને પણ અનુભવવાનું બંધ થઈ જાય તેને કોમા કહે છે. આવી સ્થિતિ થોડી, વધુ કે મૃત્યુપર્યંત ચાલે તેવા દર્દીને કોમા-પેશન્ટ કહી શકાય. કોમા શબ્દએ જેટલો હાઉ ઊભો કર્યો છે તેવો અને તેટલો તે ખતરનાક નથી. સાથે સાથે આ રોગને હળવાશથી પણ નહીં લેવાની ખાસ સલાહ છે. આધુનિક જીવનની વ્યસ્તતા અને તનાવને લીધે વધતા જતા બ્લડપ્રેશર, ડાયાબિટીસ તથા માર્ગઅકસ્માતને લીધે તેમ જ ચેપ, ગાંઠ તથા અન્ય અનેક કારણોસર કોમા ગમે તેને, ગમે ત્યારે થઈ શકે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org