________________
મગજ અને જ્ઞાનતંતુના રોગો
{ આટલું જરૂર જાણો
રક્તવાહિની ફાટવાથી અથવા એવા કોઈ કારણથી મગજમાં લોહી ભેગું થાય છે; અને ક્ષણવારમાં દર્દી બેભાન થઈ જાય છે, તેને બ્રેઈન હેમરેજ કહે છેઃ મોટા ભાગના કેસોમાં અચાનક જ બ્લડ પ્રેશર વધી જવાથી બ્રેઈન હેમરેજ થાય છે. આથી BPની યથાયોગ્ય અને કાયમી સારવાર કરવી જરૂરી
ખૂબ જ તીવ્રતાથી માથું દુઃખવું, ઊલટી થવી, ચક્કર આવવાં, આંખે અંધારા આવવાં, ખેંચ આવવી, લડખડાવું અથવા લકવો થઈ જવો, ક્ષણવારમાં બેભાન થઈ જવું અને ખૂબ જ ઝડપી ગતિથી શ્વાસ ચાલવા વગેરે બ્રેઈન હેમરેજના ચિહ્નો છે. ઉપર મુજબમાંથી કોઈપણ લક્ષણ ગંભીર રૂપે દેખાય તો, દદ માટે નિષ્ણાત તબીબને ઘેર બોલાવવાને બદલે, તુરંત જ ફેમિલી ડૉક્ટરની સહાયથી દર્દીને હૉસ્પિટલમાં ખસેડવું જોઈએ. સી.ટી. સ્કેન અને એન્જિઓગ્રાફી નામનાં ટેસ્ટ આ રોગનાં નિદાન માટેનાં મુખ્ય માધ્યમ છે અને અમુક દર્દીઓમાં સર્જરીની પણ આવશ્યકતા ઊભી થઈ શકે છે. કોર્ટિકલ વીનસ થ્રોમ્બોસિસ એક ખતરનાક રોગ છે, જેમાં નિદાનની પ્રક્રિયા જટિલ છે. સમયસર માથાના દુખાવાની તપાસ અને સારવાર કરવી ખૂબ જ આવશ્યક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org