________________
૨૫૦
મગજ અને જ્ઞાનતંતુના રોગો આતંકવાદ અકસ્માતનો ભોગ બનેલ અથવા તો તેને નજરે જોનાર વ્યક્તિ પણ તનાવનો શિકાર થઈ શકે છે. “એ” પ્રકારનું (‘ટાઇપ એ') વ્યક્તિત્વ જેમાં માણસ વધુ પડતો મહત્ત્વાકાંક્ષી, ઉગ્ર, અભિમાની હોય છે તેવી પરિસ્થિતિ પણ તનાવજનક સ્થિતિ પેદા કરે છે. જન્મ, વિવાહ, લગ્ન, સગર્ભાસ્થા, છૂટાછેડા, નિવૃત્તિ, મૃત્યુ જેવા જીવનના પ્રસંગો પણ તનાવ જન્માવે છે. આ સાથે આધુનિક જીવનશૈલી, વધુ કમાવા માટે તથા આધુનિક જીવનની હોડમાં અને ઉંદર દોડમાં ટકી રહેવા - જીતવા માટે વલખાં મારતો માનવ આસાનીથી તનાવ અને
તનાવજન્ય રોગોનો શિકાર થાય છે. • તનાવ પર કાબૂ મેળવવાના અને તેનાથી દૂર રહેવાના
ઉપાયોઃ
સૌ પ્રથમ તો આપણે તનાવ ઉત્પન્ન કરનારાં પરિબળોને પારખવાં પડે અને તેનો શાંત ચિત્તે યોગ્ય ઉકેલ લાવવાનો પ્રયત્ન કરવો પડે. આ સિવાય તનાવનાં ચિહ્નોને સાવચેતીના સંકેતરૂપ ગણી તનાવ પર કાબૂ મેળવવા તાત્કાલિક યોગ્ય પગલાં લેવાં જોઈએ. • ઉપચારઃ
તનાવ પેદા કરનારી પરિસ્થિતિ અને પરિબળોનું મૂલ્યાંકન કરી એના ઉકેલના વિકલ્પો નક્કી કરવા.
પ્રવર્તમાન પરિસ્થિતિ- સંજોગો અંગે ઃ (૧) પરિસ્થિતિનો સમજપૂર્વક અને રવરથતાથી સામનો કરવોઃ
ઉદાહરણ તરીકે પરીક્ષા સમયે દિનચર્યામાં ફેરફાર કરી, વાંચવાનું સમયપત્રક બનાવી યોગ્ય માર્ગદર્શન સાથે તૈયારી કરવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org