________________
૨૫૫
તનાવ (સ્ટ્રેસ)
• સંગ્રહાલય (મ્યુઝિયમ) – આર્ટ ગેલેરીમાં જાઓ. • મસાજ, ફેશિયલ, બબલબાથ કે સ્ટીમબાથ લો.
ફોન બાજુ પર મૂકી, બારીબારણાં બંધ કરી, લાઈટો તથા આંખો બંધ કરીને સંગીત સાંભળો. આ સમયે ફોન વાગે તો ઉઠાવો નહિ, આન્સરિંગ મશીનનો ઉપયોગ કરો. મનનું વલણ યાને atitude સુધારવું, તેને હકારાત્મક બનાવવું અને સમાધાનકારી બનાવવું એ ગુરુચાવી છે. યોગ્ય વાચન, સત્સંગ અને મનનથી જ વલણ-અભિગમ બદલાય છે અને તેમ થાય તો ગમે તેવી પરિસ્થિતિમાં સ્વસ્થતા રહેશે. ઉપસંહાર :
સ્ટ્રેસ દરમિયાન અચાનક કશું જ ન કરો, તત્કાલ ઉતાવળિયો, દૂરગામી નિર્ણય ન લેશો. શવાસન કરો. સંપૂર્ણ આરામ અને ઊંડા શ્વાસ કદાચ શ્રેષ્ઠતમ ઉપાય છે. શક્ય હોય તો પ્રેક્ષાધ્યાન, પ્રોગ્રેસિવ રિલેક્સેશન અથવા યોગનિદ્રા શીખીને તેનો તે દરમિયાન અભ્યાસ કરવો. કોઈ વ્યક્તિ કે જગ્યાથી અચાનક સ્ટ્રેસ થયો હોય તો તે વ્યક્તિ કે જગ્યાને છોડી દૂર જતા રહો. મંદિરમાં કે મિત્રને ત્યાં જાવ. દર્પણમાં તમારું પ્રતિબિંબ જુઓ. ભૂલેચૂકે ગુસ્સા દ્વારા પ્રતિભાવ આપશો નહિ. ગુસ્સો આવે તો મોટેથી ૧થી ૧૦ સુધી ગણવું એ એક સિદ્ધ પ્રયોગ છે. તેનાથી ગુસ્સો ફંટાઈ જશે. તે ક્ષણને સાચવી લેવી તે જ ખાસ મહત્ત્વનું છે. થોડી મિનિટો પછી સ્ટ્રેસ શાંત થઈ જશે. ત્યાં સુધી શક્ય હોય તો ધ્યાન કે શવાસન કરો. એટલે કે ટૂંકમાં જેનાથી સ્ટ્રેસ થતો હોય તે સંજોગો કે વ્યક્તિઓથી દૂર જતા રહેવું અને મનની ખોટા પ્રત્યાઘાત આપવાની વૃત્તિને વાળીને, શાંત કરી, શુભ ધ્યાનમાં, શુભ પ્રવૃત્તિમાં અને સારા વિચારોમાં જોડી દેવાની કળા હસ્તગત કરવી જોઈએ અને પ્રત્યેક ક્ષણમાં જાગૃત રહીને આનંદમાં જીવતાં શીખવું જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org