________________
તનાવ (સ્ટ્રેસ)
- ૨૫૧ (૨) પરિસ્થિતિથી દૂર ખસી જવું ઉદાહરણ તરીકે કોઈની
સાથેના અણબનાવથી તનાવ પેદા થતો હોય અને સંબંધ સુધરે એમ ન જ હોય તો સંબંધનો અંત આણી દેવો. નવા સંબંધો આડેધડ વધારવા નહિ, નવી જવાબદારીઓ સ્વીકારવી નહિ. થોડા સમય માટે એકાંતમાં જતા રહેવું. જેટલા નવા માણસોનો સંપર્ક થાય અથવા જેટલા નવા સંજોગો ઊભા કરીએ તેટલો તનાવ વધે. તેથી ડાહ્યા માણસો આ બધું ટાળતા
રહે છે અથવા તેને સીમિત પ્રમાણમાં જ રાખે છે. (૩) કંઈ જ ન કરવુંઃ માત્ર યોગ્ય સમયની રાહ જોવી દા.ત.,
પરીક્ષાના પરિણામની સ્વસ્થ ચિત્તે રાહ જોવી. જે થવાનું હશે
તે થશે તેવો અભિગમ રાખવો. • મનોશારીરિક પરિબળો અંગેઃ
નિયમિત ધ્યાન : ધ્યાન અનેક પ્રકારે થઈ શકે છે. ભારતમાં અનેક ધ્યાનપદ્ધતિઓ વિકસી છે. આ ધ્યાનપદ્ધતિઓમાં પાતંજલ, અનાપન સતિ અને સ્મૃતિ ઉપસ્થાન મુખ્ય છે. તે જ પ્રમાણે વિપશ્યના અને પ્રેક્ષા ધ્યાન પણ છે જે કંઈક અંશે ઉપરની પદ્ધતિઓનું યોગ્ય સંવર્ધન છે. બીજી ઘણી પદ્ધતિઓ ઉપરની પદ્ધતિઓના એકાદ અંગ પરથી રચાયેલી છે. મનન, મંત્રજાપ, શ્વાસોચ્છવાસ પરનું ધ્યાન, પૂર્ણયોગ ધ્યાન, સ્પંદધ્યાન, નાભિધ્યાન, સ્વપ્નધ્યાન, નાદધ્યાન, યોગનિદ્રા, ન્યાસ, ત્રાટક, સૂર્યસંયમ, અરૂપધ્યાન, કાયોત્સર્ગધ્યાન, જૈનધ્યાન, તથાતાધ્યાન, સહજ ધ્યાન, સાધુમૌન, હૂ ધ્યાન વગેરે અનેક ધ્યાનપદ્ધતિઓ છે. પણ બધી પદ્ધતિઓનો હેતુ, અંતિમ ધ્યેય, અંતિમ સાધ્યબિંદુ એક જ છે, અને એ છે મનની શાંતિ તથા એનો વિકાસ. કોઈપણ ધ્યાન પદ્ધતિમાં એકાદ ચીજ પર મનને કેન્દ્રિત કરવાનું હોય છે. પછી એ શ્વાસ હોય, વિચાર હોય, દર્શનીય ચીજ (છબી, મૂર્તિ વગેરે) હોય, અવાજ-નાદ હોય કે પછી કોઈ આનંદદાયક સ્મૃતિ કે કલ્પના હોય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org