________________
૨૫૨
મગજ અને જ્ઞાનતંતુના રોગો
શાંતચિત્ત, સમતાભર્યું ચિત્ત તથા સજાગતાભર્યું ચિત્ત આ ત્રણેય, કોઈ પણ ધ્યાનની સફળતા માટેની અનિવાર્ય જરૂરિયાત છે. આવા ચિત્તથી જોવું અને જાણવું એ ધ્યાન છે.
આપણું મન હંમેશાં ભૂતકાળ અને ભવિષ્યકાળમાં જ ભટકતું હોય છે. વર્તમાનમાં રહેવાની તેને આદત નથી. ભૂતકાળનાં દુ:ખો, નિષ્ફળતાઓ અને ભૂલો માનવીને પીડા આપે છે. જ્યારે ભવિષ્યની ચિંતાઓ અને અપેક્ષાઓ પણ માનવીનાં સુખ-શાંતિ હરી લે છે. વર્તમાનની પ્રત્યેક ક્ષણને આનંદથી જોવી-માણવી અને તેનો સદુપયોગ કરવો એ સુખની ચાવી છે અને સાચે જ ધ્યાનની દરેક પદ્ધતિ આપણને વર્તમાનમાં રહેતા શીખવે છે. પ્રત્યેક ક્ષણને જાગૃતિપૂર્વક-હોશમાં જોતા શીખવે છે, જેથી મન, વચન કે કર્મથી કોઈ ભૂલ ન થાય. જાગૃતિ (અપ્રમાદ) રહે તો ત્રણેયની શુદ્ધિ રહે, કેમકે આપણી ભૂલો બેહોશીમાં-પ્રમાદમાં જ થાય છે.
મનને ભટકતા અટકાવવું હોય તો, શ૨ી૨ જ્યાં હોય, મનને ત્યાં જ રાખવાનો અભ્યાસ કરવો પડે. શરીર જે ક્રિયા કરતું હોય તેમાંજ મનને પરોવવાની કેળવણી એ જ વાસ્તવમાં ધ્યાનનું પ્રથમ ચરણ અને બધી જ ધ્યાન સાધનાની પ્રથમ પારાશીશી આ જ છે.
ધ્યાનના બીજા ચરણમાં દૃષ્ટાભાવ-સાક્ષીભાવ આવે અને છેલ્લા ચરણમાં દૃષ્ટા (ચેતના-આત્મતત્ત્વ) જ પોતાને જુએ અને ત્યાં બીજું કાંઈ જ ન હોય - ન રહે ત્યાં સમાધિ નિષ્પન્ન થાય. અમન અવસ્થા રહે.
પોતાની શારીરિક તથા માનસિક પ્રવૃત્તિ તથા પોતાના આત્મિક વિકાસને લક્ષ્યમાં રાખી પોતાને જે યોગ્ય લાગે તે એકાદ ધ્યાનનો નિયમિત અભ્યાસ કરવો. ધ્યાન એ તનાવનું શ્રેષ્ઠ ઔષધ ગણાય છે. રોજ ધ્યાન કરવું હિતાવહ છે. તનાવયુક્ત પરિસ્થિતિમાં તો વિશેષ કરવું જોઈએ. રોજ ત્રીસ મિનિટ ધ્યાન કરવાની ભલામણ કરાતી હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org