________________
યુરોપથી (એ.આઈ.ડી.પી.)
૨૧૩ કેમોથેરપી, એન્ટિમેલેરીઅલ દવાઓ વગેરે)થી આવી એક્ષોનલ ન્યુરોપથી થઈ શકે. મોટે ભાગે આ ધીમેથી આવતી અને લાંબો સમય ચાલતી બીમારી છે અને કષ્ટસાધ્ય છે.
(બ) ડિમાયલિનેટિંગ ન્યુરોપથી : તેમાં નસોની ઉપર આવેલા ઇસ્યુલેટરી માયલિનના પડમાં વિકૃતિ પેદા થાય છે. આને એક જાતની ઍલર્જી ગણી શકાય. વાઇરસથી માંડીને બીજાં અન્ય કારણોથી ચેતાઓ પર આવેલ માયલિન નાશ પામે તેનાથી નસોની ક્ષમતા પર અસર થાય અને ખાસ કરીને ખભા તથા આજુબાજુના સ્નાયુઓમાં પ્રથમ કમજોરી આવે અને પછી તે ઝડપથી ફેલાય. આમાંની કેટલીક ન્યુરોપથીઓ તીવ્ર ઝડપથી આવી, ઝડપથી જતી રહે છે, તો કેટલીક જિંદગીને જોખમમાં મૂકી દે છે, જેમ કે એ.આઈ.ડી.પી., જે વિશે આપણે આ જ પ્રકરણમાં આગળ જતાં વિસ્તારથી જોઈશું. કેટલીક ન્યુરોપથી એક વાર મટ્યા પછી ફરીથી પણ થતી હોય છે. કેટલાકમાં સ્નાયુની બીમારી અને નસોની બીમારી સાથે જોવા મળે છે, જેમ કે માયોટૉનિક ડિસ્ટ્રોફી.
ન્યુરોપથીનું વર્ગીકરણ : (૧) ચેતાઓના સોજા કે એલર્જીથી થતી ન્યુરૉપથી જેમકે
એ.આઈ.ડી.પી., સી.આઈ.ડી.પી. (૨) ચેપથી થતી ન્યુરોપથી, જેમકે કુષ્ઠ રોગ-લેપ્રસી, પિથેરિયા,
ટીક પેરેલિસિસ. (૩) વિટામીનની ઊણપને કારણે થતી ન્યુરોપથી
- બેરીબેરી - પેલાગ્રા
- વિટામીન બી-૧૨ની ઊણપ (એસ.સી.ડી.) (૪) ટોક્સિન (ઝેરી દ્રવ્ય)થી થતી ન્યુરોપથી
ભારે ધાતુ જેમ કે આર્સેનિક, સીસુ, પારા (મધૂરી) રસાયણો જેવા કે થેલિયમ, ઑર્ગેનોફોસ્ફરસ દવાની આડ અસર, જેવી કે આઈસોનિયાઝીડ, કેન્સરની દવાઓ, ડેસોન, અમુક એન્ટીબાયોટ્રિક્સ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org