________________
માયેસ્થેનિયા ગ્રેવિસ
૨૨૯
ક્યારેક તેમાં કૅન્સર થવાની શક્યતા રહેલી છે. ઉપરાંત આશરે ૫ ટકા દર્દીઓને થાઇરૉઇડ ગ્રંથિની બીમારી જોવા મળે છે.
કોઈ કોઈ દર્દીઓમાં માયેસ્થેનિયા ગ્રેવિસની શરૂઆત અચાનક થઈ શકે છે જે બધાં જ સ્નાયુઓમાં ઉગ્રતાથી નબળાઈ લાવે છે. ઘણી વાર પ્રાથમિક લક્ષણો પરથી આ રોગનું નિદાન કરવું મુશ્કેલ હોય છે પરંતુ નિષ્ણાત ડૉક્ટર રોગનું નિદાન તેનાં લક્ષણ અને ચિહ્નો પરથી કરી શકે છે. ખાસ ધ્યાન આંખો અને હાથપગના સ્નાયુઓ પર થાકનાં લક્ષણો માટે અપાય છે. એ નોંધવું જોઈએ કે આ રોગ જેવાં ચિહ્નો-લક્ષણો કેટલીક વાર કોઈ દવાની આડઅસરથી પણ થઈ શકે. બોટુલીનમ નામના ઝેરથી પણ થઈ શકે.
નિદાન
(૧) ટીલસ્ટીગ્મીન ટેસ્ટ ઃ ટીલસ્ટીગ્મીનના ઇંજેક્શનથી જો રોગનાં ચિહ્નોમાં તાત્કાલિક ફાયદો જોવા મળે તો તેના આધારે નિદાન કરી શકાય છે.
(૨) ઇ.એમ.જી. : જ્ઞાનતંતુઓને વિદ્યુતશક્તિથી વારંવા૨ે ઉત્તેજિત કરવાથી તેના તરંગોના પ્રસારણમાં ખામી જાણી શકાય છે.
(૩) રક્તપરીક્ષણમાં એસિટાઈલકોલિન રિસેપ્ટર એન્ટિબોડી પ્રમાણ ટેસ્ટ મુખ્ય છે, જો કે રોગની ગંભીરતા દર્શાવવા તથા રોગના તબક્કાની ફેરતપાસ (follow-up)માં આ પ્રમાણ કેટલું વિશ્વસનીય છે એ
વાત ચોક્કસ નથી. ક્યારેક-ક્યારેક એન્ટીમસ્ક એન્ટીબોડી ટેસ્ટ પણ કરાય છે.
(૪) સી.ટી.સ્કેન થોરેક્સ : ‘થાયમોમા’ નામની ગાંઠ શોધવા માટેનો આ છાતીનો ટેસ્ટ છે.
(૫) થાઇરૉઇડનો ટેસ્ટ તથા અન્ય જરૂરી બ્લડ ટેસ્ટ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org