________________
૨૨૪
મગજ અને જ્ઞાનતંતુના રોગો degeneration કહે છે.) તે ઉપરાંત દારૂનું વધુ સેવન કરનારને વિટામિન B,ની ઊણપ થાય, જેનાથી બેરીબેરી નામનો રોગ થાય જેમાં પીડાદાયક ન્યુરોપથી થાય.
દવાઓથી થતી ન્યુરોપથીમાં ઍન્ટિબાયોટિક નાઇટ્રોય્રાન્ટાઇન, કૅન્સરની દવા વિન્ઝીસ્ટીન, ખેંચની દવા ફિનાઈટોઇન અને ટીબીની દવા આઇસોનાયાઝાઇડ વગેરે છે. દવાને પાછી ખેંચી લેવાથી ધીમે ધીમે ન્યુરૉપથી સુધરી જાય છે. એ યાદ રાખવું જોઈએ કે આ દવા લેનાર દરેકને ન્યુરોપથી થતી હોતી નથી તેમજ તેને અટકાવવા માટે કેટલાક રસ્તા પણ હોય છે, જેમ કે ટી.બી.ની દવા આઇસોનાયાઝાઇડ સાથે વિટામિન B આપવું જોઈએ. ભારે ધાતુ જેવી કે સીસું, સોનું, પારો, આર્સેનિક વગેરેના સેવનથી તેમજ કેટલાંક રાસાયણો જેવા કે થેલિયમ, હેક્ઝાકાર્બન, ઓર્ગનો ફોસ્ફટ વગેરેથી પણ ન્યુરૉપથી થઈ શકે છે. એક વાત એ પણ ધ્યાનમાં રાખવી જોઈએ કે ૨૦થી ૩૦% ન્યુરોપથીમાં કોઈ કારણ નથી મળતું.
અંતમાં, આ બધી ન્યુરોપથીમાં આપણા દેશમાં સૌથી વધુ જોવા મળતા ન્યુરોપથી ડાયાબિટીસ, લેપ્રસી, એઈસ (એચ.આઈ.વી.) તથા આલ્કોહોલથી થતી વિટામિન બી, તેમ જ અન્ય પોષક વિટામિનોની ઊણપથી થતી ન્યુરોપથી, તેમજ બી તેમ જ ફૉલિક ઍસિડની ન્યુરોપથી મુખ્ય છે. જ્યારે ઝડપથી પ્રસરતી એ.આઈ.ડી.પી. તેમ જ ધીમેથી પ્રસરતી કેન્સર અને માયલોમાની ન્યુરોપથી એ અતિ ખતરનાક છે તેની નોંધ લેવી ઘટે; તેથી સચોટ તપાસ, ઝડપી નિદાન, અને પૂરતી સારવાર અને યોગ્ય ફિઝિયોથેરપી એ તમામ ન્યુરોપથીની સારવારના અગત્યનાં પાસાં છે.
+
:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org