________________
૧૩૬
મગજ અને જ્ઞાનતંતુના રોગો આવવી આનાં મુખ્ય લક્ષણો છે. અગાઉ જોયું તેમ નિદ્રાનાં REM તબક્કામાં શ્વાસ અનિયમિત હોય છે. કેટલીક વાર ૧૦ સેકંડ સુધી પણ શ્વાસ રૂંધાયેલો જણાય છે. નિદ્રાના શરૂઆતના તબક્કાનો શ્વાસનો આવો અવરોધ એ કોઈ રોગ ન ગણાય પરંતુ કેટલીક વ્યક્તિઓમાં આવો શ્વાસાવરોધ વારંવાર થતો હોય છે અને તે ૧૦ સેકંડ કરતાં પણ વધારે સમય રહેતો હોય છે. શ્વાસોચ્છવાસ લેવાના કાર્યમાં રુકાવટ, શ્વાસોચ્છવાસ બંધ થઈ જવો કે આ બંનેના લીધે આવું થઈ શકે છે. ઉપરી શ્વસનમાર્ગ (nasopharyngeal airway) નાનો કે દબાયેલો હોય તો પણ આ રોગ થઈ શકે છે. ઊંધ્યા પછી શ્વાસાવરોધ થાય છે જેમાં લોહીમાં પ્રાણવાયુ ઘટી જાય છે અને કાર્બન ડાયોક્સાઈડ વધી જાય છે, જેથી ઊંઘમાંથી સફાળા જાગી જવાય છે અને પછી શ્વાસોચ્છવાસ સરળ થતાં ફરીથી ઊંઘ આવે છે. આવું ઘણી વાર બને છે તેથી ગાઢ નિદ્રામાં વિક્ષેપ પડે છે, જેના કારણે દર્દી દિવસ દરમિયાન વધુ પડતો નિદ્રાધીન રહે છે. લાંબા ગાળે અનિદ્રાથી મગજમાં કાર્યવિક્ષેપથી બુદ્ધિમાં, વ્યક્તિત્વ અને વર્તણૂકમાં ફેરફાર થઈ શકે છે. ક્વચિત હૃદય બંધ પડી જાય, ઊંઘમાં જ ન સમજી શકાય તેવું મૃત્યુ થઈ શકે કે બ્લડપ્રેશર પણ થઈ શકે. સ્થૂળ શરીરવાળી વ્યક્તિઓને આવાં લક્ષણો થાય તેને પીકવીકીઅન સિન્ડ્રોમ (Picwickian syndrome) તરીકે ઓળખાય છે. પ્રૌઢ પુરુષોમાં આ રોગ વધારે થાય છે. સ્થૂળ શરીરવાળાં લોકો જો ઊંઘમાં જોર જોરથી નસકોરાં બોલાવતાં હોય તો આ રોગ વિશે વિચાર કરવો જોઈએ. આ રોગના નિદાનમાં પોલીસોમ્નોગ્રાફી ટેસ્ટ મુખ્ય છે. સારવાર : • દારૂ જેવાં કેફી પીણાં અને નશો કરતી વસ્તુઓનો
ત્યાગ કરવાથી શ્વસનમાર્ગ સરળ થાય છે. વજન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org