________________
૧૬૦
મગજ અને જ્ઞાનતંતુના રોગો બે મહિના ઉપરની દરેક વ્યક્તિને તથા જેણે ટીટેનસનું રસીકરણ બરાબર લીધું નથી તેમ જ જે દર્દી તાજેતરમાં જ ટીટેનસના રોગમાંથી હેમખેમ બહાર આવ્યો છે તેઓને ટીટેનસ ટોફોઇડ .(T) દ્વારા પદ્ધતિસર સંપૂર્ણ રસીકરણ કરવું જોઈએ. Tીનું પહેલું ઇંજેકશન લીધા પછી ૧ મહિને ઇંજેકશનનો બીજો ડોઝ લેવાનો હોય છે અને તે પછી છ મહિને ત્રીજો ડોઝ લેવાનો હોય છે. ત્યાર પછી દર દસ વર્ષ TTનો એક બુસ્ટર ડોઝ લેવાનો હોય છે. સગર્ભા સ્ત્રીને વધારાના ડોઝ આપવા પડે છે. આ રીતે, રસીનો આખો કોર્સ કરવાથી ટીટેનસ સામે પ્રતિકારશક્તિ આવે છે. જ્યારે ઘા થાય ત્યારે TTનો એક બુસ્ટર ડોઝ ફરી અપાય છે અને જો ઘા ગંદો, ખરડાયેલો, અસ્વચ્છ હોય તો હ્યુમન ટીટેનસ ઇમ્યુનોગ્લોબ્યુલિનનો એક ડોઝ (250 Units/I.M.) અપાય છે. ટીટેનસના અટકાવ (prevention) માટે આ તો સામાન્ય માર્ગદર્શન જ છે કારણ કે દરેક વ્યક્તિ | કેસમાં જુદાં જુદાં પરિબળોને લક્ષ્યમાં લઈને નિર્ણય તો સારવાર કરતા ડૉક્ટરે જ લેવાના હોય છે.
આપણા દેશમાં આ રોગ ઓછો થયો છે પણ છતાં હજી પણ ઠીક ઠીક પ્રચલિત છે કેમકે અજ્ઞાનતા ખૂબ છે, ગંદકી ઘણી જ છે અને તબીબી તંત્રનો ગામડાંઓ સુધીનો પ્રચાર અપૂરતો છે; તેથી આવા અટકાવી શકાય તેવા રોગમાં પણ વર્ષે આપણે સેંકડો નાગરિકોને ગુમાવીએ છીએ. (૮) પોલિયોમાયલાઇટિસ : વાઇરસનો આ રોગ એન્ટરોવાઇરસથી થાય છે અને કરોડરજજુના એન્ટિરિઅર હૉર્ન કોષો (cells)નો નાશ કરે છે જેથી શરીરના વિવિધ અંગ-અંગોના ઐચ્છિક સ્નાયુઓને ઝડપથી પાંગળા થઈ જાય છે. એકદમ તાવ આવે અને થોડા દિવસોમાં જ પગ કે હાથ કે પીઠના કે બીજાં સ્નાયુઓમાં દુઃખાવો થાય અને તે શિથિલ થઈ જઈ સુકાવા માંડે અને તેથી ખોડ આવે. જોકે સદ્નસીબે, રસીકરણની ઝુંબેશથી આ રોગ હવે વિશ્વમાંથી અદશ્ય થઈ રહ્યો છે. અને ભારતમાંથી પણ તે લગભગ નાબુદ થઈ ગયો છે. તેની ટ્રીટમેન્ટ ખાસ કરીને પૂરક સારવાર જ હોય છે. કોઈ ખાસ દવા હોતી નથી. નાનાં બાળકોમાં તાવ દરમિયાન સ્નાયુમાં ઇંજેક્શન આપવાનું ટાળવું જોઈએ તો પોલિયોના કેસો ઘટી જાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org