________________
૧૭૬
મગજ અને જ્ઞાનતંતુના રોગો એમ.આર.આઈ, જેવા ટેસ્ટ ઉપલબ્ધ હોવાથી આ પ્રકારની તપાસનો અવકાશ ઓછો હોય છે. મગજની ચેપનું નિદાન જેમ કે મેનિન્જાઇટિસ, એન્સેફેલાઈટિસ વગેરેમાં આ તપાસ
અતિ ઉપયોગી હોય છે. મગજની ગાંઠોના પ્રકાર :
અગાઉ જણાવ્યા મુજબ મગજની ગાંઠ કૅન્સરયુક્ત અથવા કેન્સર વગરની (નિર્દોષ) એમ બે જાતની હોય છે. જે ગાંઠ મગજના ઉપરના ભાગમાં હોય છે તેને સુપ્રાસ્ટોરિઅલ કહે છે, પાછળના કે નીચેના ભાગમાં આવેલી ગાંઠને ઈન્ફોટેન્ટોરિઅલ કહે છે. આ સિવાય કરોડરજજુમાં પણ આવી બંને જાતની એટલે કે કેન્સરયુક્ત અથવા કેન્સર વગરની (નિર્દોષ) ગાંઠો થતી હોય છે.
કૅન્સરની ગાંઠોમાં કેટલીક ગાંઠ ખૂબ જ ઝડપથી વધતી ગંભીર પ્રકારની હોય છે, જેમાં દર્દીનું આયુષ્ય મોટે ભાગે ૬ મહિનાથી ૩ વર્ષ જેટલું જ હોય છે, જેમ કે મેલિગ્નન્ટ ગ્લાયોમા (એનાપ્લાસ્ટિક ગ્લાયોમા, ગ્લાયબ્લાસ્ટોમાં મલ્ટિફોર્મી વગેરે). કૅન્સરની કેટલીક ગાંઠો પ્રમાણમાં ધીમી ગતિથી પ્રસરતી હોય છે જેમ કે ઑસ્ટ્રૉસાયટોમા (astrocytoma), ઑલિગોડેન્ડ્રોગ્લાયોમા વગેરે.
આ સિવાય મગજમાં લિમ્ફોમા પ્રકારની ગાંઠો પણ થાય છે જે એઇવાળા દર્દીમાં વિશેષ પ્રમાણમાં જોવા મળે છે.
- સાદી, કેન્સર સિવાયની ગાંઠોમાં મુખ્યત્વે મૅનિનિઓમાં, શ્વાનોમા અને પિયૂઇટરી ગ્રંથિની ગાંઠ મુખ્ય છે. જો તેનું શરૂઆતમાં જ ઝડપથી નિદાન થયું હોય અને યોગ્ય સર્જન પાસે સારી રીતે તેની સર્જરી થઈ હોય તો દર્દીનું આયુષ્ય યથાવત્ રહે છે, તેટલું જ નહિ પણ થોડીક સામાન્ય તકલીફો કે
અશક્તિને બાદ કરતાં મુખ્યત્વે નોર્મલ મેટાસ્ટેટિક ટ્યુમર
જેવી જ જિંદગી રહે. કદાચ ખેંચની દવા 10
Jai
EDCEEEEEEEEEEEEEP