________________
૨૧૦
મગજ અને જ્ઞાનતંતુના રોગો
આટલું જરૂર જાણો
માંસપેશીઓને ધીરે ધીરે શિથિલ-કૃશ કરનારાં આ રોગમાં નિશ્ચિત ઉપચારપદ્ધતિના અભાવથી દર્દીનાં સંબંધી અને ડૉકટર નિઃસહાય રીતે દર્દીને ધીરે ધીરે મોતનાં મુખમાં જતાં જોઈ રહે છે.
પ્રાઈમરી મોટર ન્યુરૉન ડિસીઝ, પ્રોગ્રેસીવ મસ્ક્યુલર એટ્રોફી, બલ્બર મોટર ન્યુરૉન ડિસીઝ, સ્યુડોબબ્બર પાલ્સી, મોનોપેરેટિક મોટર ન્યુરૉન ડિસીઝ, મદ્રાસ મોટર ન્યુરૉન ડિસીઝ વગેરે આ રોગનાં અલગ-અલગ પ્રકાર છે.
કસરત, સ્નાયુઓની ટ્રેનિંગ અને ચાલવાનો વ્યાયામ, આ રોગમાં મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
આધુનિક સંશોધન અનુસાર રાઈલ્યુઝોલ નામની દવા આ રોગમાં આંશિક ઉપયોગી થઈ શકે છે.
આ બીમારીનાં દર્દીઓનું સંગઠન – મોટર ન્યુરૉન ડિસીઝ એસોશિયેશન – અસ્તિત્વમાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org