________________
કરોડરજ્જુના રોગો (માયલોપથી)
સારવાર:
યોગ્ય સારવાર માટે સંપૂર્ણ નિદાન થવું ખૂબ જરૂરી છે. જો કરોડરજ્જુમાં દબાણને લીધે રોગની પરિસ્થિતિનું નિર્માણ થયું હોય તો, સૌ પ્રથમ એ જોવું જોઈએ કે શસ્ત્રક્રિયા શક્ય છે કે કેમ ? ખૂબ લાંબા, જિટલ અથવા માઇક્રોસ્કોપની મદદથી થતા ઑપરેશનથી માંડીને અલ્ટ્રાસાઉન્ડની મદદથી ગાંઠ કાઢવાના (CUSA) ઑપરેશન હવે આપણા દેશમાં ઉપલબ્ધ છે. કરોડરજ્જુની સર્જરી સામાન્ય રીતે એટલી જોખમી નથી પરંતુ તે પણ એટલું જ સાચું છે કે તે નાજુકતાથી, કુશળતાથી, ખૂબ જહેમતપૂર્વક અને સંપૂર્ણ-બિલકુલ વ્યવસ્થિત રીતે કરવી પડે, કેમ કે ખૂબ ઓછી પહોળાઈવાળા આ અંગમાં અત્યંત ઠાંસીઠાંસીને ચેતાતંતુઓ ભરેલા હોય છે તેથી કોઈ પણ જાતનું નુકસાન ન થાય તે માટે સર્જને શસ્ત્રક્રિયા સમયે પૂરી સાવધાની રાખવી પડે.
આ સિવાયના દબાણ વગરના રોગોમાં ચિકિત્સા રોગ પ્રમાણે કરવામાં આવે છે, જેમ કે :
૧૯૫
(૧) ટી.બી.ની સારવાર
(૨) મલ્ટિપલ સ્કૂૉરૉસિસ અને તેવા બીજા ડિમાઇલિનેટિંગ રોગોમાં તથા કોલેજનના રોગોમાં સ્ટિરૉઇડ્સ દવાઓ (૩) વિટામિનની ઊણપમાં એની ઊણપ પૂરી કરવી વગેરે. (૪) નવી સારવારની પદ્ધતિઓમાં સ્ટેમસેલથેરાપી આશાસ્પદ છે. ખાસ કરીને, અકસ્માતથી કરોડરજ્જુને નુકસાન થયું હોય તેવા કેસમાં એનાં પરિણામો ખૂબ સારાં આવે છે.
સામાન્ય રીતે વારસાગત રોગોની અથવા ઘસારાને લગતા રોગોની (જેમકે મોટર ન્યુરૉન ડિસિઝં) કોઈ ખાસ દવાઓ હજી શોધાઈ નથી.
આ સર્વ રોગોમાં, વિશેષમાં યોગ્ય ફિઝિયોથેરેપી (કસરત) કરવી જરૂરી રહે છે. સાથે પૌષ્ટિક ખોરાક લેવો તથા બરડા પર ચામડીમાં ભાઠાં ન પડે તેની તકેદારી રાખવી તેમજ જો ઝાડા-પેશાબની તકલીફ હોય તો તેની યોગ્ય સારવાર કરવાની રહે છે.
કરોડરજ્જુના સર્વ રોગો વિષે લખવું સ્થળસંકોચને લીધે શક્ય નથી.
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International