________________
મગજ અને જ્ઞાનતંતુના રોગો ઘણા વખત પહેલાં થયો હોય પરંતુ હવે શરીરને ઘસારો પડ્યો હોય, શરીરની રોગપ્રતિકારકશક્તિ ઘટી ગઈ હોય ત્યારે ફેફસાંનો અને તે પછી મગજનો ટી.બી. એકદમ બહાર આવે. આપણા દેશમાં ટી.બી. એટલો બધો પ્રચલિત છે કે આપણામાંના મોટા ભાગના લોકોમાં ટી.બી.નાં જીવાણુઓ ક્યારેક તો હવા અને જવલ્લે દૂધ વગેરે દ્વારા શરીરમાં પ્રવેશી ચૂક્યાં હોય છે,
મગજનો ટી.બી.
સુષુપ્ત અવસ્થામાં છુપાયેલા હોય છે અને તેની સામેની ઍલર્જી શરીરમાં હોય જ છે. આમાંથી જ્યારે કોઈ કારણથી શરીરની રોગપ્રતિકારકશક્તિ ઓછી થાય કે શરીર કમજોર પડે ત્યારે રોગની શરૂઆત થાય છે. એઇડ્સવાળા દર્દીને ટી.બી.નો રોગ (નવેસરથી અથવા સુષુપ્ત જંતુઓ ફરીથી સક્રિય થવાથી) નોંધનીય પ્રમાણમાં જોવામાં મળે છે.
૧૪૬
મગજનાં આવરણોમાં ટી.બી.નો ચેપ લાગે તેને ટી.બી. મૅનિન્જાઇટિસ કહેવાય. મગજમાં ટી.બી.ની ગાંઠ થાય તેને ટ્યૂબરક્યુલોમા કહેવાય, મગજમાં કૉર્ટેક્સને ચેપ લાગે તેને એન્સેફેલાઇટિસ (એન્સેફેલોપથી) કહેવાય. આ રોગનાં લક્ષણોમાં માથું દુઃખવું, ઝીણો તાવ આવવો, ઊલટી થવી, ભૂખ ન લાગવી, ખૂબ અશક્તિ કે બેચેની થવી એવાં શરૂઆતનાં લક્ષણો થાય છે. પછીથી ખેંચ આવે, એકાદ કે તેથી વધુ અંગમાં લકવાની અસર થાય અને રોગ વધી જાય તો મગજમાં સોજો આવવાથી દર્દી બેભાન થાય અને દર્દી મૃત્યુ પણ પામી શકે છે. તે સિવાય મગજમાં નાની કે મોટી લોહીની નસ બંધ થાય તો તેને ટી.બી. આર્ટરાઇટિસ કહે છે, જેનાથી લકવો થઈ શકે. મગજના પ્રવાહી (C.S.F-સી.એસ.એફ.)ની કોથળીઓમાં પ્રવાહીનો રસ્તો અવરદ્ધ થાય તો હાઈડ્રોસીફેલસ થાય, જેનાથી કોથળીઓ ફૂલી જાય અને દર્દી ભાન ગુમાવતો જાય અગર આંખની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org