________________
૧૫૫
મગજના ચેપી રોગો મેનિન્જાઈટિસ, એન્સેફેલાઈટિસ (૫) ફાલ્સિપેરમ મલેરિયા :
મલેરિયાના જંતુઓ સૂક્ષ્મ જીવસૃષ્ટિમાં છે પરંતુ તેઓ બૅક્ટરિયા કે વાઇરસથી તદ્દન અલગ એવા પ્રોટોઝોઆ સમૂહનાં છે. આ મલેરિયલ પૈસાઈટ એક પ્રકારનું પરોપજીવી જંતુ છે. આ જંતુના કુલ ચાર પેટાપ્રકાર છે પરંતુ તેમાં વાઈરેક્સ અને ફાલ્સિપેરમ મુખ્ય છે. ફાલ્સિપેરમ વિશે જોતાં પહેલાં આપણે આ અતિ પ્રચલિત રોગ વિષે વિસ્તારથી જોઈશું. આ મલેરિયલ પરેસાઇટનું જીવનચક્ર બે તબક્કાઓમાં થાય છે? (૧) એક તબક્કો માદા એનોફિલિસ મચ્છરમાં થાય છે. આ તબક્કો
પ્રજનન અવસ્થા તરીકે ઓળખાય છે. (૨) બીજો તબક્કો માણસના યકૃત-લિવરના કોષો અને લોહીમાં રહેલા
રક્તકણોમાં થાય છે. આ તબક્કો વિકાસ, વિભાજન ને વૃદ્ધિનો તબક્કો કહી શકાય.
એનોફિલિસ માદા મચ્છર મનુષ્યને કરડે છે ત્યારે તેના ડંખ સાથે મલેરિયલ પૈસાઇટના “સ્પોરોઝોઇસ” લોહીમાં ભળે છે અને થોડી વારમાં લિવરના કોષોમાં દાખલ થાય છે. ત્યાં તેનો વિકાસ, વિભાજન ને વૃદ્ધિ થાય છે. છેવટે લિવરના કોષો તૂટે છે અને અસંખ્ય “મેરોઝોઈટ્સ” લોહીમાં ભળે છે, જે લોહીમાં તરતા રક્તકણોમાં પ્રવેશે છે. આ તબક્કે કેટલાક મેરોઝોઈટ્સનું નેમેટોસાઈટ્સ(નર અને માદા)માં રૂપાંતર થાય છે. ગેમેટોસાઇટ્સ એ પ્રજનનની અવસ્થા છે.
એનોફિલિસ માદા મચ્છર જ્યારે મલેરિયાના દર્દીને કરડે અને લોહી ચૂસે તે સાથે આ ગેમેટોસાઇટ્સ પણ તેના પેટમાં પહોંચે છે અને તેમાંથી છેવટે નવાં સ્પોરોઝોઇન્ટ્સ પેદા થાય છે, જે મચ્છરના ડંખ દ્વારા માણસના લોહીમાં ભળે છે. રક્તકણોમાં પ્રવેશેલા બાકીના મેરોઝોઈટ્સ વિકાસ, વિભાજન અને વૃદ્ધિનો ક્રમ ચાલુ રાખે છે. પરિણામે, આ રક્તકણો પણ તૂટે છે અને અસંખ્ય મેરોઝોઇટ્રસ ફરીથી લોહીમાં ભળે છે અને વળી પાછો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org