________________
૧૪૯
મગજના ચેપી રોગો : મેનિન્જાઈટિસ, એન્સેફેલાઈટિસ
જ્યારે મગજની કોથળીઓમાં (ventricles) પાણીનો રસ્તો અવરુદ્ધ થાય અને કોથળીઓમાં પાણી ભરાવા માંડે ત્યારે દર્દી ભાન ગુમાવવા માંડે, બોલવા-ચાલવા, સમજવામાં તકલીફો વધી શકે, આંખોની દષ્ટિઓછી થાય તેવું બને અથવા માથું દુઃખવું, ઊલટીઓ થવી તેવી તકલીફો થાય, જેને હાઈડ્રોસીફેલસ કહે છે તેવે વખતે તેની સી.ટી. ઍન દ્વારા સચોટ રીતે ખાતરી કરી શકાય. જો તેમ હોય તો નાની ટ્યૂબખોપરીમાં થઈને મગજની કોથળીમાં પસાર કરવામાં આવે છે, જેના દ્વારા મગજનાં પાણીને પેટમાં ચામડીની નીચે ટનેલ કરીને ટ્યૂબ મારફતે પસાર કરવામાં આવે છે. આને “શન્ટ મૂક્યો'તેમ કહે છે. આ એક તદ્દન સાદું ઑપરેશન છે અને તેનાં પરિણામ સારાં હોય છે પરંતુ શન્ટ અવરુદ્ધ થાય તો તકલીફ થઈ શકે.
ટી.બી.નાં જંતુઓ દવાઓથી કંટ્રોલમાં ન આવે અને રોગ વધતો જ જાય તેમ પણ બને, જેને ડ્રગ રેઝિસ્ટન્સ કહે છે અને તેમાં પ્રારંભિક દવાઓ નિષ્ફળ જાય તો બીજા ચરણની દવાઓ વાપરી શકાય. છતાં
ક્વચિત્ કોઈ કેસમાં દર્દીની રોગપ્રતિકારકશક્તિ તદ્દન જ ખતમ થઈ ગઈ હોય, જેમ કે એઇટ્સ કે ચેપી જંતુઓ હઠીલાં હોય તો તેવા દર્દીને ખાસ મદદ થઈ શકતી નથી. એરેક્નોડાઈટિસના કેટલાક હઠીલા કેસોમાં થેલિડોમાઈડ નામની દવા સારા પરિણામો આપે છે. (૨) પાયોજનિક મેનિન્જાઇટિસ : - ટી.બી. સિવાયનો આ અગત્યનો અને જોખમી એવો બીજો મેનિન્જાઇટિસ કેટલાંક ચેપી જંતુઓથી થાય છે જે મગજમાં પરુ બનાવે છે. આ પરુ મગજની સપાટી પરનાં આવરણોમાં ઝડપથી બને છે અને ફેલાય છે; તેથી ટી.બી. કરતાં ખૂબ ઝડપથી એટલે કે અમુક દિવસો કે કલાકોમાં દર્દીની હાલત બગડતી જાય છે અને ખૂબ જોરથી તાવ આવવો, અતિશય, અસહ્ય માથું દુ:ખવું, ઊલટીઓ થવી અને ડોકની પાછળ દુખાવો થવો, પ્રકાશ સહન ન થઈ શકવો એમ શરૂઆત થઈ ખૂબ ટૂંકા ગાળામાં બેહોશી આવવી, ખેંચ આવવી કે યોગ્ય સારવાર, નિદાનના અભાવે મૃત્યુ પણ થાય તેવું જોવા મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org