________________
૧૩૩
નિદ્રા-વિકાર અને સારવાર ન્યુરોટ્રાન્સમિશન મહત્ત્વનો ભાગ ભજવે છે. આ અવસ્થામાં સ્મૃતિ દઢ થાય છે. તે ઉપરાંત પ્રોસ્ટાગ્લેન્ડીન-ડી-ર, મેલાટોનીન વગેરે જેવા નિદ્રાપ્રદ ઉદ્દીપકો ઓળખાયેલાં છે. આ ઉદ્દીપકોની અસર સામાન્ય રીતે નિદ્રાનાં NREM તબક્કા સુધી મર્યાદિત હોય છે. કેટલાંક નિદ્રા પ્રદ-ઉદીપક રોગપ્રતિકારક પણ હોય છે, તેમના રોગ-પ્રતિકારક કાર્ય તથા નિદ્રાજાગૃત અવસ્થા વચ્ચે સંબંધ હોવાનું જણાયું છે. રાત્રે પિનિયલ ગ્રંથિમાંથી મેલાટોનીન નામના તત્ત્વનો સ્ત્રાવ થાય છે, જોકે મેલાટોનીનના સ્ત્રાવનો આધાર ઊંઘ આવવાની સાથે હોતો નથી. રાત્રે જાગૃત વ્યક્તિમાં પણ તેનો સાવ થાય છે. પ્રકાશની હાજરીમાં રેટીનાના ઉત્તેજનની પરિસ્થિતિમાં તે ઘટે છે. (મેલાટોનીનની વૃદ્ધિ નિદ્રા વધારે) - હાયપોક્રેટીન તત્ત્વ જાગૃત અવસ્થા માટે મહત્ત્વનો છે. એની કમીથી નાર્કોલેપ્સી અને દિવસે વધારે ઊંઘ આવવાની બીમારી થાય છે.
ratsaldi fasizl-(Sleep Disorders) : (૧) અયોગ્ય નિદ્રા (Dyssomnias): અનિદ્રા, અતિનિદ્રા વગેરે (૨) વિક્ષિપ્ત અથવા વિકૃત નિદ્રાની પરિસ્થિતિ (Parasomnias) (૩) દૈહિક/માનસિક રોગોના કારણે થતા નિદ્રાના વિકાર
(૪) અન્ય વિકારો. (૧) અનિદ્રા-(Insomnia) :
અનિદ્રા શબ્દ જ પૂરતી સગવડો હોવા છતાં ગાઢ નિદ્રા ન આવવાની સ્થિતિનો નિર્દેશ કરે છે. આમ અનિદ્રામાં ઊંઘ ન આવવી, ઊંઘની અવધિ પહેલાં જાગી જવું, વારંવાર જાગી જવું - જાગવું અથવા પૂરતી અને ગાઢ નિદ્રા ન આવે તે અથવા તો આ ત્રણેય પ્રકારની પરિસ્થિતિનો સમાવેશ થાય છે. ૧પથી ૨૫ ટકા પુખ્ત લોકોમાં આ તકલીફ હોય છે. આશ્ચર્ય અને દુઃખની વાત એ છે કે મોટા ભાગના લોકો આની સારવાર માટે જાગૃત નથી હોતા ! આ અનિદ્રાના નીચે મુજબ મુખ્યત્વે ત્રણ પ્રકાર હોય છે : (૧) મૂળભૂત રીતે જ અનિદ્રા હોવી જેમાં ડિપ્રેશન, ન્યુરોસિસ, માનિસક
કારણો હોય કે કોઈ રોગ ન હોય છતાં પણ લાંબા સમય સુધી ઊંઘ ન આવવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org