________________
૧૦૮
મગજ અને જ્ઞાનતંતુના રોગો થઈ થવો, ચહેરાના હાવભાવ ઓછા થવા-અદશ્ય થવા, મોઢામાંથી લાળ પડવી અને આંખોની પાંપણોની ઉઘાડબંધ થવાની પ્રક્રિયા મંદ, ઓછી થવી.
આવાં લક્ષણો જણાય તો ડૉક્ટરને મળી રોગનું નિદાન કરાવવું જરૂરી બને છે. તબીબી દૃષ્ટિએ આ રોગને જુદી જુદી પાંચ અવસ્થામાં (stages) વહેંચી શકાય છે.
આ રોગ ઉંમરથી થતા મગજના ઘસારો (wear and tear) સાથે સંકળાયેલો-જોડાયેલો છે પરંતુ તેનાં ચોક્કસ કારણો હજી સંપૂર્ણપણે જાણી શકાયાં નથી. કેટલીક વાર દવાઓની આડઅસરથી, માથામાં ઈજા થવાથી, ઝેરી ગેસ કે જૈવિક રસાયણોથી થતા નુકસાનથી કે વાયરસથી, વિલ્સન્સ ડિસિઝથી અને અસામાન્ય સંજોગોમાં વારસાગત કારણોથી પણ આ રોગ થાય છે. જોકે મોટા ભાગના દર્દીઓમાં કોઈ પણ સમજી ન શકાય તેવા અજ્ઞાત કારણથી જ (ઈડિયોપેથિક) આ રોગ થાય છે.
ક્યારેક આ રોગ બીજા કોઈ મોટા રોગના ભાગરૂપે પણ જોવા મળે છે, જેમ કે મલ્ટીસિસ્ટમ એટ્રોફી અથવા પ્રોગ્રેસિવ સુપ્રાન્યુક્લિયર પાલ્સી. તેમાં અગાઉ જણાવેલી ધ્રુજારી સિવાય પણ ઘણાં અન્ય લક્ષણો જણાય છે.
આશરે દર ૫૦૦માંથી એક વ્યક્તિને પાર્કિન્સોનિઝમ થઈ શકે છે. ૬૦ વર્ષથી વધુ વયના આશરે ૧.પ% લોકો આ રોગથી પીડાય છે. કેટલીક વાર યુવાનીમાં પણ આ રોગ થતો જોવા મળે છે. જ્યારે “ડોપામિન' નામનું મગજનું રસાયણ ઉત્પન્ન કરનાર ૮૦ ટકા જેટલા કોષો નાશ પામે ત્યારે પાર્કિન્સોનિઝમનાં લક્ષણો દેખા દે છે.
આમ તો પાર્કિન્સોનિઝમ રોગની તપાસ માટે કોઈ વિશિષ્ટ તપાસની જરૂર નથી હોતી છતાં પણ જ્યારે નિદાનમાં કોઈ શંકા હોય કે પાર્કિન્સન પ્લસ સિન્ડ્રોમની શક્યતા હોય (જેના વિશે આપણે આગળ જાણીશું) તો એમ.આર.આઈ. કે સ્પેક્ટ કે ફંક્શનલ એમ.આર.આઈ. કરાવવું જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org