________________
લકવો (પેરેલિસિસ) - Stroke
આટલું જરૂર જાણો
મગજના ચેતાકોષોને પોષણ અને ઑક્સિજન ઓછા પ્રમાણમાં મળવાથી ચેતાકોષ કામ કરવાનું બંધ કરી દે છે, અને શરીરનાં ડાબી કે જમણી બાજુનાં અંગો કામ કરવાનું બંધ કરી દે છે, જેને પક્ષાઘાત (લકવો) કહે છે.
♦ મૃત્યુનાં વિવિધ કારણોમાં હૃદયરોગ, કેન્સર અને માર્ગ - અકસ્માત પછી ચોથા નંબરમાં પક્ષાઘાત છે.
બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કોલેસ્ટેરોલ, કસરતનો અભાવ, મેદસ્વીપણું, આહારમાં ચરબીયુક્ત ઘટકોનો અતિરેક, વ્યસન, આનુવાંશિક કારણ વગેરે પક્ષાઘાત માટે તેમ જ હૃદયરોગ માટે જવાબદાર પરિબળો છે.
મગજની રક્તવાહિનીઓમાં લોહીનો પ્રવાહ ઘટવાથી, થોડાક સમય માટે (ક્ષણ, મિનિટ, ૨૪ કલાકથી ઓછો સમય) બોલવામાં તકલીફ, હાથ-પગમાં ઝણઝણાહટ, સૂન્નપણું અથવા એક બાજુ લકવાની અસર જોવા મળે અને ૨૪ કલાકથી ઓછા સમયમાં દર્દી બિલકુલ ઠીક થઈ જાય તો તેને ટી.આઈ.એ. (Transient Ischemic Attack) કહે છે.
મગજની રક્તવાહિનીમાં લોહી ગંઠાઈ જાય તો તેને Thrombosis કહે છે. અન્ય જગ્યાએ ગંઠાયેલા લોહીમાંથી કોઈ ગઠ્ઠો છૂટો પડી મગજની નળીમાં પહોંચે તેને Cerebral Embolism કહે છે. આ બધા કરતાં બ્રેઈન હેમરેજ વધુ ગંભીર પરિસ્થિતિ છે, જે જિંદગી છીનવી શકે. હેમરેજ (Hemorrhage) મોટેભાગે નળી ફાટવાથી થાય છે.
મોટે ભાગે (૮૦-૮૫%) પક્ષાઘાત થ્રોમ્બોસીસ અથવા એમ્બોલીઝમથી થાય છે, બાકીના પક્ષાઘાતનું કારણ હેમરેજ હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
૩૧
www.jainelibrary.org