________________
૬૪
- મગજ અને જ્ઞાનતંતુના રોગો તો ત્યાં જ તે નળીમાં (આર્ટરીમાં) સીધેસીધું ઔષધ આપવામાં આવે તો ઘણી વાર, પરિણામ ખરેખર સંતોષકારક આવી શકે છે. પ્રોયુકોરાઈનેઝ, યુરોકાઈનેઝ અથવા આર.ટી.પી.એ. ઔષધ સામાન્ય રૂપે વાપરવામાં આવે છે. જોકે હવે ઘણાં નવાં ઔષધો પણ આર્ટરીમાં આપવા માટે વિકસ્યાં છે.
આ પદ્ધતિ ઇન્ટ્રાવીનસ થ્રોમ્બોલિસિસ કરતાં વધુ અસરકારક છે, કેમ કે ઔષધ સીધું થ્રોમ્બોસિસની જગ્યાએ જ આપવાનું હોય છે. તેનાં દુષ્પરિણામો (complications) પણ ઓછાં છે, કેમ કે નિયત જગ્યાએ જ ઔષધ આપવાનું હોઈ ઘણી ઓછી માત્રામાં જરૂર પડે અને તેથી હેમરેજ થઈ જવાનું પ્રમાણ ઓછું હોય છે. વળી ઓપરેટરની આંખ સામે 'DSAથી જ આપવાનું હોવાથી ગઠ્ઠો તરત ઓગળી જાય તો તરત ઇજેક્શન બંધ પણ કરી શકાય. ગઠ્ઠો ઓગાળવામાં મુશ્કેલી જણાય તો ગાઈડવાયર દ્વારા ગટ્ટાની અંદર પહોંચી ગઠ્ઠો તોડવાનો પ્રયત્ન પણ અનુભવી ઓપરેટર કરી શકે. સામાન્ય રીતે શરીરમાં અન્ય અંગમાં પણ આ પદ્ધતિમાં દુષ્પરિણામ રૂપે હેમરેજ ન થાય. ખાસ ફાયદો તો એ છે કે આ પદ્ધતિ પ્રમાણે તો ઘણી વાર ૬થી ૨૪ કલાક પછી પણ ગટ્ટા ઓગળી શકે છે,
જ્યારે ઇન્ટ્રાવીનસ પદ્ધતિમાં તો સામાન્ય નિયમ પ્રમાણે લકવો થાય તેના માત્ર ૪૧/3 કલાક સુધીમાં જ ઔષધ આપવાનું રહે - તે પછી તે કારગત ન પણ નીવડે. ઈન્ટ્રાવીનસ પદ્ધતિમાં ખાસ મશીનો કે વધુ ખાસ અનુભવ કે મોટી હૉસ્પિટલ વગેરેની જરૂર ન હોવાથી, તે નાનાં સેન્ટરોમાં પણ થઈ શકે છે, તેમાં માત્ર આર.ટી.પી.એ. ઔષધ જ વાપરવું પડે.
તાર્કિક રીતે અને પ્રયોગાત્મક રીતે એ સિદ્ધ થયું છે. કે લકવાના દર્દીને તાત્કાલિક રીતે ઇન્ટ્રાવીનસ થ્રોમ્બોલિસિસ શરૂ કરાવી પછી તરત જયાં ઇન્ટ્રાઆર્ટીઅલ પદ્ધતિ મળી શકે તેવાં મોટાં સેન્ટરમાં મોકલવો -તેમ કરવાથી બંને પદ્ધતિના લાભ જે તે દદીર્ને મળે અને પરિણામ બેવડું સારું આવી શકે.
ઇન્ટ્રાઆર્ટીરીઅલ પદ્ધતિમાં નવી શોધખોળો નવાં નવાં સાધનો હવે વપરાવા માંડ્યા છે. પરદેશમાં તથા ભારતનાં અદ્યતન કેન્દ્રોમાં મસ (MERC Retriever) રિટ્રાઇવર કે પેનબ્રા દ્વારા આવા ગટ્ટા ખેંચી લઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org